અવની લેખરાએ ઇતિહાસ રચ્યો, સતત બે પેરાલિમ્પિકસમાં બે ગોલ્ડ મેડલ
મનીષ નરવલેએ શૂટિંગમાં સિલ્વર જયારે પ્રીતિપાલ અને મોના અગરવાલે બ્રોન્ઝ જીત્યા
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું શાનદાર અંદાજમાં ખોલવામાં આવ્યું છે. ભારતને એકસાથે બે મેડલ મળ્યા છે. સ્ટાર પેરા શૂટર અવની લેખરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે 10 મીટર એર રાઈફલ એસએચ-1 ફાઈનલ ઈવેન્ટમાં આ મેડલ પોતાના નામે કર્યો છે. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પેરા એથ્લિટ્સે પેરિસ પેરાલિમ્પિક્સમાં એક જ ઈવેન્ટમાં 2 મેડલ જીતીને શાનદાર ડેબ્યૂ કર્યું છે. જયારે પ્રીતિપાલે 100 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
અવની લેખરાના નામે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ આ પહેલા અવની લેખરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. અવની ક્વોલિફિકેશન રાઉન્ડમાં 625.8ના સ્કોર સાથે બીજા સ્થાને રહી હતી અને પેરાલિમ્પિક રેકોર્ડથી ચૂકી ગઈ હતી. તેનો સ્કોર પેરાલિમ્પિક રેકોર્ડ કરતાં માત્ર 0.2 પોઈન્ટ ઓછો હતો. જ્યારે મોના પાંચમા સ્થાને રહી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે, અવની લેખરા જયપુરની રહેવાસી છે અને સ્ટાર પેરા શૂટર છે. તેના નામે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતવાનો રેકોર્ડ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેણીએ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે તેણીએ50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે પેરિસમાં મેડલ જીતવાની સાથે, તે હવે સતત 2 પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરા એથ્લિટ બની ગઈ છે.
પ્રીતિ પાલને આ પહેલાં ઇન્ડિયન ઓપન પેરા ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (2024)માં અને નેશનલ પેરા ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (2024)માં ગોલ્ડ મેડલ મળી ચૂક્યા હતા. 2022માં ચીનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તે ચોથા સ્થાને આવતાં પોડિયમ સુધી પહોંચી શકી નહોતી, પણ આ વખતે પેરિસમાં તેણે પોડિયમ સુધી પહોચવાનું સપનું પૂરું કર્યું હતું.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરો સતત ચમકતા રહ્યા છે. અવની લેખારા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ એસએચ-1માં સિલ્વર મેડલ જીત્યો છે.
મનીષ નરવાલે કુલ 234.9 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાના જોં જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનની શૂટર યાંગ ચાઓ 214.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.