For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી એલિસા હીલી ત્રણેય ફોર્મેટની કેપ્ટન જાહેર

01:08 PM Dec 11, 2023 IST | Sejal barot
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી એલિસા હીલી ત્રણેય ફોર્મેટની કેપ્ટન જાહેર

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આ મહિને ભારતની મુલાકાતે આવવાની છે. બંને ટીમો વચ્ચે 1 ટેસ્ટ મેચ, 3 ઓડીઆઇ અને 3 ટી-20 મેચ રમવાની છે. આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.ઓસ્ટ્રેલિયાએ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન એલિસા હીલીને મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. એલિસા હીલીને ત્રણેય ફોર્મેટની બાગડોર સોંપવામાં આવી છે. આ દરમિયાન તાહલિયા મેકગ્રાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને લેનિંગની નિવૃત્તિ બાદ હીલીએ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમની કમાન સંભાળી હતી. હવે તેને કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ મેકગ્રા બે વખત ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે.ઓસ્ટ્રેલિયન ટીમનો ભારત પ્રવાસ-માં ટેસ્ટ મેચ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 21-24 ડિસેમ્બર 1લી ઓડીઆઇ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 28 ડિસેમ્બર, બીજી ઓડીઆઇ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 30 ડિસેમ્બર, ત્રીજી ઓડીઆઇ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, 2 જાન્યુઆરી, 1લી ટી-20આઇ, ડીવાઇ પાટિલ સ્ટેડિયમ, મુંબઈ, 5 જાન્યુઆરી, બીજી ટી-20 આઇ, ડીવાઇ પાટિલ સ્ટેડિયમ, મુંબઈ, 7 જાન્યુઆરી, 3જી ટી-20, ડીવાઇ પાટિલ સ્ટેડિયમ, મુંબઈ, 9 જાન્યુઆરીના યોજાશે.

Advertisement

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટીમ

ડાર્સી બ્રાઉન, લોરેન ચીટલ (ફક્ત ટેસ્ટ), હીથર ગ્રેહામ, એશ્ર્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ (માત્ર ટી20), એલિસા હીલી, જેસ જોનાસેન, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શૂટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ

Advertisement

ભારતીય ટેસ્ટ ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, શુભા સતીશ, હરલીન દેઓલ, સાયકા ઈશાક, રેણુકા સિંહ , તિતાસ સાધુ , મેઘના સિંહ , રાજેશ્વરી ગાયકવાડ , પૂજા વસ્ત્રાકર.

Advertisement
Tags :
Advertisement
Advertisement