રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારો

  રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ…

 

રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારો મળ્યો છે. દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી વાસુવલા 24 વર્ષ પૂર્વે અપહરણ કરવામાં આવ્યું હતું. 47 આરોપીઓમાંથી ૧૧ આરોપીઓના મોત થતાં તેની સ્મએના કેસ એબેટ થયાં, પાંચ હજુ ભાગેડુ છે. કુલ 367માંથી 56 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા.

આ કેસની હકીકત મુજબ દુબઈ સ્થીત માફીયા ગેંગ સાથે પુર્વયોજીત કાવતરુ રચી ભારત મુફતી ગેંગના માણસો ધ્વારા પુર્વયોજીત કાવતરુ રચી રાજકોટના યાજ્ઞિક રોડ નજીક આવેલા યુરોપિયન જીમખાના પાસેથી તા.૧૨/૧૧/૨૦૦૦ ના રાત્રીના ૨:૪૫ કલાકે પરેશ-ભાસ્કરનુ રીવોલ્વર, પીસ્તોલ જેવા હથિયારો બતાવી કારમા અપહરણ કરી જુનાગઢ સ્થિત પોલ્ટ્રી ફાર્મ, વિસાવદર સતારભાઈના ડેલામા, અમરેલી તેજશ ડેરના મકાનમાં, ચાવંડ ગામમાં ભુપત કનારાના મકાનમા, રાજપીપળા લેનીન ઉર્ફે પેરૂ વસાવાના મકાનમા, થવા ફડીયા મુકામે ધર્મેન્દ્ર વસાવાના મકાનમા, દિલ્હી મુકામે અને વાલીયા તાલુકાના થવા ફડીયાના ધર્મેન્દ્રસિંહ વસાવાના મકાનમાથી બંધક બનાવેલ હતો. પોલીસે પરેશ શાહને ઓપરેશન કરી મુક્ત કરાવેલ ત્યારે આરોપી રાજસી હાથીયા મેરએ પોલીસ ઉપર ગોળીબાર કરતા પોલીસે વળતો ગોળીબાર કરતા તેનુ મૃત્યુ નીપજેલું અને જ્યારે સરધાર નજીક આસિફ રજાક ઉર્ફે રાજનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ભાસ્કરને ગોંધી રાખી ભાસ્કરના પીતા પ્રભુદાસભાઈનો ફોન ધ્વારા સંર્પક કરી રૂ.૨૦ કરોડની ખંડણી માગેલી જેમાથી ૩ કરોડ નકકી કરવામા આવેલ જેમાથી દોઢ કરોડ મેળવી ભાસ્કરના શરીર પરના એક લાખના દાગીનાની લુટ કરી દિલ્હીથી મુક્ત કર્યો હતો અને પરેશ અટકાયતમા હતો દરમીયાન તેના ભાઈ ચંદ્દેશ લીલાધર શાહનો ફોન ધ્વારા સંપર્ક કરી રૂપીયા એક કરોડની ખંડણી મેળવેલી તે નાણાનો ત્રાસવાદી સંગઠન ” જૈસ-એ મહમદ ” ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થીત ચલાવવા પૈસાની જરૂરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસામાથી આપવામા આવેલી હતી. ભાસ્કર-પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ-જામનગર, રાજેન્દ્ર અનડકટ-દુબઈ, ફઝલ-ઉર-રહેમાન-દુભાઈ, આફતાબ-દુબઈ, ભોગીલાલ દરજી-દુબઈ, નીતીન દરજી-દુબઈ, મહેલ તુષાર શાહ-લંડલ (યુ.કે.) ના અગાઉથી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયાનગરમા નોંધાયેલી ફરીયાદના કામે પોલીસે તપાસના અંતે ઈ.પી.કો.કલમ-૩૬૪ (એ), ૩૯૫, ૩૪૨, ૩૪૪, ૩૯૫, ૩૯૭, ૧૨૦ (બી), ૧૨૧, ૧૨૧ (એ), ૧૨૨, ૧૨૪ (એ), ૩૪, ૧૧૪, ૧૮૮ તથા આર્મસ એકટ કલમ ૨૫ (૧) (એએ) તથા ફોરેનર્સ એકટ કલમ ૧૪ અન્વયે જે રીતે પકડતા ગયેલ તે રીતે મુખ્ય ચાર્જશીટ તથા ૮ સપ્લીમેન્ટરી ચાર્જશીટના કામે

આરોપીઓ (૧) ધમેન્દ્ર રૂપસીહ વસાવા (૨) ઈનાયત દાઉદ પટેલ (૩) અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ (૪) મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ (૫) વિશાલ વલ્લભભાઈ માડમ (૬) કિશોર માધવજીભાઈ વેગડા (૭) દિગ્વીજયસીહ પરબતસીહ રાણા (૮) જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ (૯) મેહુલ ઉમેશભાઈ પાઉં (૧૦) રાજેન્દ્ર વજલાલ ઉનડકટ (૧૧) શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી (૧૨) શૈલેન્દર અંતરસીંગ જૉટ (૧૩) દિલીપ અમૃતભાઈ પટેલ (૧૪) રાજુ ઉર્ફે રૂપમ કાન્તીભાઈ પોપટ (૧૫) સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જૉટ (૧૯) પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ (૧૭) સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ (૧૮) હિતેશ હરભમભાઈ સીસોદીયા (૧૯) નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ (૨૦) ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી (૨૧) બીજમોહન હનુમાનરાય શર્મા (૨૨) ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ (૨૩) મહમદ સીદીક સમેજા (૨૪) ભાવીન કિરીટભાઈ વ્યાસ (૨૫) મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા (૨૯) આનંદ ઘેલુભાઈ માડમ (૨૭) ઈરફાન અકીલભાઈ શેખ (૨૮) ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ (૨૯) તેજશ રાણાભાઈ ડેર (૩૦) ભલાભાઈ કચરાભાઈ નારીયા (૩૧) ક્રિનવ રમેશભાઈ ચૌધરી (૩૨) રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી (૩૩) મનોજ પ્રવીણભાઈ સંખાવરા (૩૪) આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી (૩૫) જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન (૩૯) ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી (૩૭) દિપક નાગેશ્વર મંડલ (૩૮) સચીન વલ્લભભાઈ માડમ (૩૯) અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂ (૪૦) શાંતીલાલ ડાયાભાઈ વસાવા (૪૧) લેનીન ઉર્ફે પેરૂ અર્જુનભાઈ વસાવા (૪૨) દિનેશ ચતુરભાઈ વસાવા(૪૩) સવા દેવાયતભાઈ કાનગડ (૪૪) કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ (૪૫) મનોજ હરભમભાઈ સીસોદીયા (૪૯) જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ (૪૭) ભુપત સામતભાઈ કનારા નાઓ વિરૂધ્ધ ફરીયાદી પરેશ લીલાધર શાહે આપેલ ફરીયાદ ના તપાસના અંતે ચાર્જશીટો અદાલતમા રજુ કરવામાં આવેલ હતા. આરોપીઓ વિરૂધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામા આવતા તેમ તેમ કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ ૨૦૦૩માં અને છેલ્લો કેસ વર્ષ૨૦૧૯ સુધી માં કુલ-૯ સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સીધની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા.૦૨/૦૭/૨૦૨૪ ના પુરાવો નોંધવાનુ શરૂ કરી તા.૧૮/૧૨/૨૦૨૪ ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષેની દલીલો સાંભળી તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ આખરી ચુકાદા માટે કેસ મુકરર કરવામા આવેલો
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષેથી ૩૩૩ ચાર્જશીટના સાહેદો ઉપરાંત ૩૪ સાહેદોને ચાર્જશીટથી બહારના એડીશ્નલ સાહેદો સરકાર તરફેથી તપાસવાના હોય જે એ રીતેના ૩૬૭ સાક્ષીમાથી કુલ ૫૬ સાક્ષીઓને તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવો રજુ કરી સરકારપક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોવાથી આરોપીઓને મહતમ સજા કરવા લંબાણપુર્વકની દલીલો કરવામા આવેલી જેમા આરોપીઓ પક્ષેથી દલીલો કરવામા આવેલ કે આરોપીઓ સામેના તહોમત મુજબનો પુરાવો રેકર્ડપર લાવી આરોપીઓ વિરૂધ્ધનુ તહોમત સરકારપક્ષ પુરવાર કરવામા સદંતર નીષ્ફળ નીવડેલ છે જેનુ અપહરણ થયેલ તે ભાસ્કર-પરેશ પણ કોઈ આરોપીઓને ઓળખી બતાવતા નથી. મોટા ભાગના પોલીસ સાક્ષીઓ તથા ઓળખ પરેડ કરાવનાર મામલતદાર સહીતનાઓ પણ આરોપીઓને ઓળખી શકેલ નથી. યુરોપીયન જીમખાના પાસેથી બંનેનુ અપહરણ થયાનુ પુરવાર થતુ નથી જેની પાસે ખંડણી મંગાયેલ તે પ્રભુદાસભાઈ પારેખને તપાસવામા આવેલ નથી બનાવના મુખ્ય સાહેદ જે તે વખતના પોલીસ કમીશ્નર સુધીરકુમાર સીન્હા, નાયબ પોલીસ કમીશ્નર અરૂણકુમાર શર્મા અને મદદનીશ પોલીસ કમીશ્નર એન.કે.ગોહીલને પણ તપાસવામાં આવેલ નથી તેમજ જે પોલીસ સાહેદો ધ્વારા વિટનેસ બોકસમાથી જે આરોપીઓને ઓળખવા કોશીષ કરેલ છે તેમા ખોટા વ્યકિતને આરોપી તરીકે ઓળખી બતાવે છે, આરોપીઓએ પ્રોસીક્યુશનના કેસમા માત્ર શંકા જ ઉપસ્થીત કરવાની છે. જેથી આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવા લંબાણ પુર્વકની દલીલો કરવામા આવી હતી.
બંને પક્ષેની રજુઆતો, રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ એડી. સેસન્સ જજ ડી.એસ.સિંઘે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.

ઉપરોક્ત કેસમા આરોપીઓ તરફે રાજકોટના નામંક્તિ એડવોકેટો લલીતસીહ શાહી, પી.એમ.શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, બી.જે.બોરીચા, ભુવનેશ શાહી, કૃણાલશાહી, સી.એમ.દક્ષીણી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાતરા, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, જીજ્ઞેશ શાહ, પીયુષ કારીયા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ વિગેરે રોકાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *