For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત-કોહલીની છેલ્લી વન-ડે સિરીઝ?

10:47 AM Aug 11, 2025 IST | Bhumika
ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત કોહલીની છેલ્લી વન ડે સિરીઝ

યુવા ખેલાડીઓને તક અપાશે, બન્ને છેલ્લે 9 માર્ચ 2025ના ODI મેચમાં રમ્યા હતા

Advertisement

ભારતીય ક્રિકેટના બે મોટા દિગ્ગજ ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ વર્ષના અંતમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ વનડે (ODI) ક્રિકેટને અલવિદા કહી શકે છે. જો આવું થાય, તો તે માત્ર ભારતીય ક્રિકેટ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક યુગનો અંત હશે. ટીમ મેનેજમેન્ટ 2027ના ODI વર્લ્ડ કપ માટેની તેમની રણનીતિમાં આ બંને અનુભવી ખેલાડીઓને જોઈ રહ્યું નથી, જેના પગલે ભારતીય ODI ટીમ પણ યુવાનોના હાથમાં જવાની તૈયારીમાં છે.

Advertisement

રિપોર્ટ પ્રમાણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રો અનુસાર, જો રોહિત અને કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી પણ રમવાનું ચાલુ રાખવા ઈચ્છે તો, તેમને ડિસેમ્બરથી શરૂૂ થનારી સ્થાનિક ઓડીઆઇ શ્રેણી, વિજય હઝારે ટ્રોફીમાં તેમની રાજ્ય ટીમો માટે રમવું પડી શકે છે. અગાઉ, તેમને આ વર્ષે રણજી ટ્રોફીની બાકીની મેચોમાં પણ રમવાનું હતું, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેમને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી પડી હતી. આ સ્થિતિને કારણે, શક્ય છે કે બંને ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં જ જાહેરાત કરી દે કે આ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય ઓડીઆઇ સિરીઝ હશે.

ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત અને કોહલી આગામી ઓડીઆઇ વર્લ્ડ કપ માટેની અમારી રણનીતિમાં ફિટ થશે નહીં. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બંનેએ ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે, પરંતુ હવે તેમની પાછળ યુવા ખેલાડીઓની લાંબી લાઇન છે અને ટીમ મેનેજમેન્ટ તથા પસંદગીકારો 2027 ઓડીઆઇ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છે.વિરાટ અને રોહિતે ટી-20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, બંને ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમવા માંગતા હતા, પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેમના પ્રદર્શન બાદ તેમને કહેવામાં આવ્યું કે ટેસ્ટ ટીમમાં તેમની પસંદગી મુશ્કેલ છે, જેના પગલે તેમણે આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લીધી. તેમણે હજુ સુધી ઓડીઆઇમાંથી નિવૃત્તિ લીધી નથી. રોહિત દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટન હતો. રોહિત અને વિરાટે 9 માર્ચ, 2025ના રોજ ન્યુઝીલેન્ડ સામે છેલ્લી ઓડીઆઇ મેચ રમી હતી.

આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખાસ રહેશે. ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ થવાનો છે, જેમાં ત્રણ ઓડીઆઇ મેચો રમાશે. પર્થ, એડિલેડ અને સિડની જેવા પ્રતિષ્ઠિત મેદાનો આ મેચોનું આયોજન કરશે. આ બંને ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયામાં ઉત્તમ રેકોર્ડ છે. સૂત્રએ જણાવ્યું હતું કે રોહિત જો ઇચ્છે તો, આ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કેપ્ટન તરીકેની પોતાની આંતરરાષ્ટ્રીય સફરનો અંત લાવી શકે છે. બંને ખેલાડીઓ પાસે મેદાન પર રમતી વખતે સાથે મળીને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવવાની સુવર્ણ તક હશે. બંનેએ ટેસ્ટ અને ટી-20 ફોર્મેટમાં પણ પોતાની છેલ્લી મેચો સાથે રમી છે.

કિંગ કોહલીનું ODIમાં પ્રદર્શન
મેચ: 302
રન: 14,181
સૌથી વધુ સ્કોર: 183
સરેરાશ: 57.88
સ્ટ્રાઇક રેટ: 93.34
100: 51
50: 74

રોહિત શર્માનું ODIમાં પ્રદર્શન
મેચ: 273
રન: 11,168
સૌથી વધુ સ્કોર: 264
સરેરાશ: 48.76
સ્ટ્રાઇક રેટ: 92.80
100: 32
50: 58

Advertisement
Tags :
Advertisement
Advertisement