ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઇ, બંન્ને ટીમને 1-1 પોઇન્ટ
બંન્ને ટીમો એક-એક મેચ જીતી હોવાથી સેમિફાઇનલની રેસ રોમાંચક બની
ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ બી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો, પરંતુ મેચમાં વરસાદની વિઘ્ન આવવાથી મેચ રદ્દ કરવી પડી હતી. મેચ રદ્દ થનારી આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બની છે. મેચ વરસાદને કારણે રદ્દ થવાથી બન્ને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો. બંને ટીમોએ પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને મેદાનમાં ઉતરી રહ્યું છે.
સતત વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગ્રુપ ઇ ની મેચ રદ કરવામાં આવી છે. દિવસભર વરસાદ પડ્યો, જેના કારણે ગ્રાઉન્ડ સ્ટાફને ગ્રાઉન્ડ તૈયાર કરવાની તક મળી નહીં. કટ-ઓફ સમય સાંજે 7:32 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે 20 ઓવરની મેચનું આયોજન અશક્ય બન્યું. બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે.