એશિયન ચેમ્પિયન ટ્રોફી, ભારતની હોકી ટીમે કોરિયાને હરાવ્યું, કાલે પાકિસ્તાન સામે રમશે
સતત ચોથી જીત મેળવી, હરમનપ્રિત અને અરજિત સિંહના બે-બે ગોલ
પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેનું ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખી છે. મલેશિયા બાદ હવે તેણે કોરિયાને ખરાબ રીતે હરાવ્યું છે. ભારતીય ટીમની સેમિફાઇનલની આ પ્રથમ મેચ હતી, હવે આ રાઉન્ડની આગામી મેચમાં શનિવારે પાકિસ્તાન સાથે ટક્કર થશે.
ભારતીય ટીમે આ મેચ માં કોરિયાને 3-1થી હરાવીને સતત ચોથી જીત નોંધાવી હતી. આ પહેલા તેણે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા પણ ભારતીય હોકી ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ માટે આ મેચમાં અરજિત સિંહ હુંદલ અને કેપ્ટન હરમનપ્રીત સિંહ હીરો સાબિત થયા હતા. કોરિયા સામે ભારત તરફથી અરજિત સિંહ હુંદલે આઠમી મિનિટે બે ગોલ કર્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે નવમી અને 43મી મિનિટે બે ગોલ કર્યા હતા. કોરિયા માટે એકમાત્ર ગોલ જીહુન યાંગે 30મી મિનિટે પેનલ્ટી કોર્નરથી કર્યો હતો. સેમિફાઇનલમાં પહેલેથી જ સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ભારતીય ટીમ હવે શનિવારે તેની અંતિમ લીગ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.