એશિયા કપની મેચો અડધી કલાક મોડી રમાડવામાં આવશે
એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થશે એશિયા કપ પહેલા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ માટે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એશિયા કપની 19માંથી 18 મેચ અડધી કલાક મોડી શરુ થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7: 30 કલાકે શરુ થવાની હતી પરંતુ હવે આ 18 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 8 કલાકે રમાશે.
સપ્ટેમ્બરની કાળઝાળ ગરમીથી બચવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે આ મહિનામાં ગલ્ફ દેશોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે. ક્રિકેટ બોર્ડના અનુરોધ બાદ બ્રોડકાર્સટર્સે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવાની મંજુરી આપી હતી માત્ર યુએઈ અને ઓમાન વચ્ચે 15 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીમાં રમાનારી મેચના ટાઈમિંગમાં ફેરફાર થયો નથી. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5 :30 કલાકે રમાશે.
એશિયા કપ 2025ની મેચો સંયુક્ત આરબ અમીરાત ના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાનને ગ્રુપ અમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં હોન્ગ કોન્ગ, અફઘાનિસ્તાન,શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ છે. એશિયા કપની મેચ આ વખતે ટી20 ફોર્મેટમાં રમાશે.