ઓલરાઉન્ડર અક્ષર પટેલ બેટિંગ ઓર્ડરથી ખુશ નથી
સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ભારતને ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે ક્વીન્સલેન્ડમાં રમાયેલી આ મેચમાં કંગારૂૂ ટીમે 48 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ જીતનો હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ રહ્યો. અક્ષરે બેટ અને બોલ બન્નેથી મહત્વપૂર્ણ યોગદાન આપીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અક્ષર પટેલને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. POTM એવોર્ડ મેળવ્યા પછી અક્ષર પટેલે તેમના બેટિંગ ઓર્ડર પ્રત્યે નિરાશા વ્યક્ત કરી.
અક્ષર પટેલે કહ્યું કે, ‘મને નથી લાગતું કે છઠ્ઠો કે સાતમો નંબર મારી પસંદગીનો બેટિંગ ઓર્ડર છે. હું ફક્ત ક્રીઝ પર જાઉં છું અને ટીમની જરૂૂરિયાતો અનુસાર રમું છું. મારા હિસાબથી બેટ્સમેનની આ જ તાકાત છે.’ નોંધનીય છે કે, પટેલને આઠમા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. તેમણે 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. પોતાની બેટિંગ વિશે અક્ષર પટેલે કહ્યું કે, ‘હું બેટિંગ માટે નીચલા ક્રમમાં ગયો. એટલા માટે મને વિકેટ સમજવાની તક મળી ગઈ હતી. મેં મારા સાથી ખેલાડીઓ સાથે પણ વાત કરી. પિચ ધીમી હતી, પરંતુ અણધારી ઉછાળો હતો. આનાથી બેટિંગ થોડી મુશ્કેલ હતી.’ પટેલે બોલ સાથે પણ સારું પ્રદર્શન કર્યું અને 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી.