For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

BCCIના નિયમથી ધોનીને કરોડોનું નુકસાન થશે, અનકેપ્ડ ખેલાડી ગણાશે

01:14 PM Sep 30, 2024 IST | Bhumika
bcciના નિયમથી ધોનીને કરોડોનું નુકસાન થશે  અનકેપ્ડ ખેલાડી ગણાશે
Advertisement

સીએસકે રિટેન કરશે તો પણ માત્ર ચાર કરોડ જ મળશે

આઇપીએલ 2025ની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. આ અંગેની હરાજી પહેલા જ બીસીસીઆઈએ 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત દરેક ફ્રેન્ચાઇઝી ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકે છે. આમાં વધુમાં વધુ 5 કેપ્ડ અને વધુમાં વધુ 2 અનકેપ્ડ પ્લેયર્સને સામેલ કરી શકાય છે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર પોતાના ફેવરિટ મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં સામેલ કરી શકે છે.

Advertisement

જો કે, નિયમો અનુસાર, જે ખેલાડીએ છેલ્લા 5 વર્ષમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ નિયમને કારણે મહેન્દ્ર સિંહ ધોનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.જો પાંચ વખતની આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ઈચ્છે છે કે એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવે, તો તેમનો રસ્તો એકદમ સાફ છે. આ શક્ય બન્યું છે કારણ કે આઇપીએલએ નિર્ણય લીધો છે કે તે તેના 2008ના નિયમોમાંથી એકને પાછો લાવશે. તે નિયમ હેઠળ, જો કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ નિયમનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને 2021માં તેને દૂર કરવામાં આવ્યો હતો.

ખેલાડીઓને રિટેન કરવા માટે આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓને જે નિયમ જણાવવામાં આવ્યા છે, તેમાં લખ્યું છે- જો કોઈ કેપ્ડ ભારતીય ખેલાડીએ પાંચ કેલેન્ડર વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો નથી અને તેબીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ નથી તો તેને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખવામાં આવશે. આ માત્ર ભારતીય ખેલાડીઓ માટે લાગૂ થશે.

2022ની મેગા હરાજી પહેલા ધોનીને ચેન્નઈએ બીજા ખેલાડીના રૂૂપમાં 12 કરોડ રૂૂપિયામાં રિટેન કર્યો હતો. જુલાઈમાં ધોની 43 વર્ષનો થઈ ગયો છે. તેણે 2020માં સન્યાસ લીધા બાદ આઈપીએલમાં જ ભાગ લીધો છે. જો સીએસકે હવે તેને અનકેપ્ડ ખેલાડીના રૂૂપમાં રિટેન કરવાનો નિર્ણય કરે છે તો ધોનીને 4 કરોડ રૂૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement