For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને હાર

12:27 PM Oct 05, 2024 IST | Bhumika
મહિલા t 20 વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત  ન્યૂઝીલેન્ડ સામે 58 રને હાર
Advertisement

આઈસીસી ટી20 વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શરૂૂઆત નિરાશાજનક રહી છે. ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરેલી ભારતીય મહિલા ટીમનો ન્યૂઝીલેન્ડ સામે 58 રને પરાજય થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 160 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 102 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માત્ર 19 ઓવરનો સામનો કરી શકી હતી. હવે ટીમ ઈન્ડિયા રવિવારે પાકિસ્તાન સામે લીગ રાઉન્ડના બીજા મુકાબલામાં મેદાનમાં ઉતરશે.

ન્યૂઝીલેન્ડે આપેલા 161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 2 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે સ્મૃતિ મંધાના પણ 12 રનબનાવી પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર 15 રન બનાવી આઉટ થઈ હતી. જેમીમાહ રોડ્રિગ્સ 13 અને રિચા ઘોષ 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં હતા.

Advertisement

દીપ્તિ શર્માએ 18 બોલનો સામનો કરી 13 રન બનાવ્યા હતા. અરૂૂંધતી રેડ્ડી 1 અને પૂજા વસ્ત્રાકર 8 રન બનાવી આઉટ થઈ હતી. શ્રેયંકા પાટીલ 7 અને રેણુકા સિંહ 0 રન બનાવી આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માયરે 4 ઓવરમાં 19 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય તાહુહુએ 4 ઓવરમાં 15 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. બે વિકેટ એડન કાર્સોન અને એમેલિયા કરને એક વિકેટ મળી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂૂઆત સારી રહી હતી. સુઝી બેટ્સ અને સ્લિમેરે પાવરપ્લેમાં 55 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. સુઝી બેટ્સ 24 બોલમાં 2 ચોગ્ગા સાથે 27 રન ફટકાર્યા હતા. જ્યારે પ્લિમેર 23 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 34 રન બનાવી આઉટ થઈ હતી.

ન્યૂઝીલેન્ડે 99 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. એમેલિયા કર 13 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ કેપ્ટન સોફી ડિવાઈને કમાલની બેટિંગ કરી બતી. સોફી ડિવાઈન 36 બોલમાં 7 ચોગ્ગા સાથે 57 રન બનાવી અણનમ રહી હતી. આ સિવાય હાલિડય 16 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે મેડી ગ્રીન 5 રન બનાવી અણનમ રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement