For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સમાં 12 રમતોમાં ભારતના 84 એથ્લિટો ભાગ લેશે

12:32 PM Aug 17, 2024 IST | admin
પેરિસ પેરાલિમ્પિક્સમાં 12 રમતોમાં ભારતના 84 એથ્લિટો ભાગ લેશે

સેન્ડ ઓફ કાર્યક્રમની શાનદાર ઉજવણી

Advertisement

પેરિસમાંયોજાનારી દિવ્યાંગ ખેલાડીઓ માટેની ઑલિમ્પિક ગેમ્સ એટલે કે પેરાલિમ્પિક્સ માટે રવાના થતી ભારતીય ટીમને સમર્થન આપવા અને તેમના ગૌરવને વધારવા માટે ગઈ કાલે સેન્ડ-ઑફ આપવામાં આવ્યો હતો અને એનું આયોજન પેરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (ઙઈઈં) અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (જઅઈં) દ્વારા કરવામાં આવ્યું હતું.

આર્ચરી, ઍથ્લેટિક્સ, બેડ્મિન્ટન, કેનોઇંગ, સાઇક્લિંગ, બ્લાઇન્ડ જુડો, પાવરલિફ્ટિંગ, રોવિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલટેનિસ અને તાએ ક્વાન ડો જેવી 12 રમતોમાં ભારતના 84 ઍથ્લીટો ભાગ લેવાના છે. ભારત તરફથી આટલી મોટી સંખ્યામાં પહેલી વાર પેરાલિમ્પિક્સમાં ઍથ્લીટો ભાગ લેશે.

Advertisement

આ ઍથ્લીટોને સંબોધતાં યુવા બાબતો અને સ્પોર્ટ્સ ખાતાના કેન્દ્રીય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નઆપણા પેરા-ઍથ્લીટોને અવરોધો પાર કરવામાં અને પડકારોને તકમાં પરિવર્તિત કરતાં આવડે છે.
ભારતના પેરા-ઍથ્લીટો સૌથી વધારે મેડલ લાવે એવી ઇચ્છા વ્યક્ત કરતાં યુવા બાબતો અને સ્પોર્ટ્સ ખાતાનાં રાજ્ય પ્રધાન રક્ષા નિખિલ ખડસેએ જણાવ્યું હતું કે ન2020ની ટોક્યો ગેમ્સમાં આપણા ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હતો અને હવે તેઓ પેરિસમાં પણ સારો દેખાવ કરશે એવી આશા છે. આપણા ખેલાડીઓ આપણા સમાજના હીરો છે અને તેઓ મેડલ મેળવે કે નહીં, તેઓ હંમેશાં વિજેતા જ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement