એશિયા કપ-2025 માટે 7 ટીમો જાહેર, યુએઇ બાકી
બે ગ્રૂપમાં 12 મેચ રમાશે, બન્ને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો સુપર-4માં જશે: ભારત-પાક. વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઇમાં થશે ટક્કર
એશિયા કપ 2025ની શરૂૂઆત 9 સપ્ટેમ્બરથી થશે, જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. કુલ 12 ગ્રુપ મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સુપર ફોરમાં જશે, જ્યાંથી બે ટીમો ફાઈનલમાં જગ્યા બનાવશે.
ગ્રુપ એમાં હોંગકોંગ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન છે. જયારે ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન, યુએઈ, ઓમાનનો સમાવેશ થાય છે. એક માત્ર યુએઇની ટીમ જાહેર થવાની બાકી છે. આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે. સૌથી મોટી મેચ 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં થશે. ભારત તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે રમશે.ભારત આ ટુર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને 8 વખત ખિતાબ જીતી ચૂક્યું છે. તો શ્રીલંકાએ 6 વખત અને પાકિસ્તાને 2 વખત (2000, 2012) આ ટુર્નામેન્ટ જીતી છે.
એશિયા કપ 2025 માટે તમામ ટીમોના સ્ક્વોડ નીચે મુજબ છે.
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબઝાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફયાન મોકીમ.
અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઉમરઝઈ, કરીમ જન્નત, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, ફરીદ અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂૂકી.રિઝર્વ: વફીઉલ્લાહ તારખીલ, નાંગેયાલિયા ખારોટે, અબ્દુલ્લા અહમદઝઈ.
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તંઝીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હ્રિદોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, નુરુલ હસન સોહન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તંઝીમ હસન સાકીબ, તસ્કીન અહેમદ, શોરફુલ ઇસ્લામ, શેફુદ્દીન.
હોંગકોંગ: યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, જીશાન અલી, નિયાઝાકત ખાન, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, આયુષ શુક્લા, મોહમ્મદ ઐજાઝ ખાન, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂૂન મોહમ્મદ અરશદ, અલી હસન, શાહિદ વાસિફ, ગજનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, અનસ ખાન, એહસાન ખાન.
ઓમાન: જતિંદર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેડેરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરણ સોનાવલે, જિક્રિયા ઇસ્લામ, હસનૈન અલી શાહ, ફૈસલ શાહ, મુહમ્મદ ઇમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ.
શ્રીલંકા: ચેરિથ અસલંકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનિદુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશારા, વિશાન હલંબગે, દાસુન શનાકા, દુનિથ વેલ્લાગે, ચમિકા કરુણારત્ના, મહીશ થીક્ષાના, દુશન હેમંથા, મથીશા પથિરાના, નુવાન તુષારા, દુષ્મંથા ચમીરા, બિનુંરા ફર્નાન્ડો.