ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

6, 4, 4, 4, 6, 4 મિશેલ સ્ટાર્કે IPLની સૌથી મોંઘી ઓવર ફેંકી

10:42 AM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ફિલ સોલ્ટે વિસ્ફોટક શૈલીમાં ચોગ્ગા, છગ્ગાનો વરસાદ કર્યો

મિશેલ સ્ટાર્કને ચિન્નાસ્વામી મેદાન પર એવી દુર્દશાનો સામનો કરવો પડ્યો જે IPL ના ઇતિહાસમાં બહુ ઓછા બોલરોએ ભોગવ્યો છે. સ્ટાર્કે IPL 2025ની સૌથી મોંઘી ઓવર ફેંકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન ફિલ સોલ્ટે સ્ટાર્કની લાઇન અને લેન્થ બગાડી નાખી હતી. સોલ્ટે ઇનિંગની ત્રીજી ઓવરમાં અને સ્ટાર્કની બીજી ઓવરમાં કુલ 30 રન બનાવ્યા. આ ઓવરમાં RCB બેટ્સમેને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. સ્ટાર્ક ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સ માટે બીજા ક્રમની સૌથી મોંઘી ઓવર ફેંકવાનો શરમજનક રેકોર્ડ પણ ધરાવે છે.
2 ઓવર પછી છઈઇના સ્કોરબોર્ડ પર 16 રન હતા. ફિલ સોલ્ટ 8 બોલમાં 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો અને કોહલી 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

મિશેલ સ્ટાર્કે તેની પહેલી ઓવરમાં 7 રન આપ્યા. સ્ટાર્ક ફરી પાછો ફર્યો અને ઇનિંગની ત્રીજી ઓવર નાખવા આવ્યો. ઓવરના પહેલા જ બોલ પર ફિલ સોલ્ટે સ્ટાર્કને જોરદાર સિક્સર ફટકારી. આ પછી, સોલ્ટે ઓવરના આગામી બે બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. સ્ટાર્કે ચોથા બોલ પર નો-બોલ ફેંક્યો અને સોલ્ટે આ બોલ પણ બાઉન્ડ્રી લાઇનની ઉપર ફેંક્યો. સોલ્ટને ફ્રી હિટ મળી, જેના પર તેણે બીજી સિક્સર ફટકારી. ઓવરના પાંચમા બોલ પર સોલ્ટે એક સિંગલ લીધો. સોલ્ટ નોન-સ્ટ્રાઈક પર ગયા પછી સ્ટાર્કે રાહતનો શ્વાસ લીધો. જોકે, ઓવરના છેલ્લા બોલ પર, કિંગ કોહલીએ પણ હાથ ખોલીને ચોગ્ગો ફટકાર્યો. આ રીતે, સ્ટાર્કે IPL 2025ની સૌથી મોંઘી ઓવર ફેંકી, જેમાં 30 રન આપ્યા.

મિશેલ સ્ટાર્કે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સ માટે બીજી સૌથી મોંઘી ઓવર ફેંકી છે. ગયા વર્ષની શરૂૂઆતમાં, એનરિચ નોર્ટજેએ વાનખેડે સ્ટેડિયમ ખાતે એક ઓવરમાં 32 રન આપ્યા હતા. નોર્ટજેની ઓવરમાં રોમારિયો શેફર્ડે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગને કારણે છઈઇએ માત્ર 3 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો. આ આઈપીએલમાં આરસીબીની બીજી સૌથી ઝડપી ટીમ ફિફ્ટી હતી. આ પહેલા 2011માં તેમણે 2.3 ઓવરમાં 50 રન કર્યાં હતા.

Tags :
indiaindia newsIPLIPL 2024Mitchell StarcSportssports news
Advertisement
Advertisement