ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં 484 પોલીસનું સુરક્ષા કવચ

04:52 PM Jan 27, 2025 IST | Bhumika
Advertisement

એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં પ ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્ટેડિયમની અંદર અને બહાર ખડેપગે: પ્રથમ વખત ડ્રોનથી સર્વેલન્સ

Advertisement

રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાનાર હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 250થી વધુ પોલીસ તૈનાત રહેશે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખંડેરી સ્ટેડિયમ જવા પાર્કિંગ વ્યવસ્થા અને રોડ ડાયવર્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યાં છે.

આવતીકાલે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ રમાનાર છે. જ્યાં મોટી સંખ્યામા પ્રેક્ષકો મેચ જોવા આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી રાજકોટ રેંન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના નિરીક્ષણ હેઠળ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.જેમાં 5 ડીવાયએસપી, 10-પીઆઈ, 40-પીએસઆઈ, 232-એએસઆઈ/હેડકોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ, 46-ટ્રાફીક પોલીસ, 64-મહિલા પોલીસ સાથે બોમ્બ સ્કવોર્ડની ટીમ સહીત 484થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવશે.

ઉપરાંત સ્ટેડિયમ ખાતે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે તેમજ ખાનગી સિક્યુરીટીના માણસો સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી, એસ.ઓ.જી ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની ટીમ, સી.સી.ટી.વી સર્વેલન્સની ટીમ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. તેમજ સ્ટેડિયમમાં પ્રવેશવાના ગેટ પર ચેકિંગ માટે એચ.એચ.એમ.ડી, બેગર્સ સ્કેનર, ડી.એફ.એમ.ડીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટ ઉપરાંત મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી વધારાના પોલીસને બંદોબસ્ત માટે ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.

મેચ જોવા આવનાર પ્રેક્ષકોને નક્કી કરેલા દરવાજેથી જ પ્રવેશ કરવાનો રહેશે તેમજ પોતાના નક્કી કરેલા સીટ ઉપર બેસવાનું રહેશે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

સ્ટેડિયમ ખાતે પોલીસનો અંદર અને બહાર ચુસ્ત બંદોબસ્ત રહેશે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ ખાસ તકેદારી રાખશે. પ્રેક્ષકોને કોઈપણ સમસ્યા થાય તો ત્યાં પોલીસ દ્વારા ચોકી ઉભી કરાઈ છે ત્યાં હેલ્પ ડેસ્ક કાર્યરત રહેશે.

કોઈપણ સમસ્યા હોય ગભરાયા વગર પોલીસ ઓફિસરનો સંપર્ક કરવા જણાવાયું છે. પડધરીના પીઆઈ એસ.એન. પરમાર અને તેમની ટીમ સમગ્ર બંદોબસ્ત માટે તહેનાત રહેશે.

મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર બેગ, ટીફીન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઈટર, કેમેરો, વિડિયો કેમેરો, લાકડી, હથિયાર કોઈપણ વસ્તુ અંદર લઈ જઈ શકાશે નહીં. ઉપરાંત સ્ટેડિયમમાં એક વખત પ્રવેશ બાદ બીજી વખત બહાર નીકળ્યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઈપણ સમસ્યા હોય તો પોલીસ અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ સ્ટેડિયમમાં કે ગ્રાઉન્ડમાં કોઈ પદાર્થ ફેંકતા પકડાશે તો તેના વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ દેખાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે.

મેચ દરમિયાન ટ્રાફિક જામ નિવારવા પાર્કિંગ વ્યવસ્થા અને રોડ ડાઈવર્ટ પ્લાન
રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત અને ઈંગ્લેંડના મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકોવાહન સાથે આવનાર છે. ત્યારે સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ ન થાય તે માટે મેચના દિવસે પાર્કિંગ માટે તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે રોડ ડાયવર્ટ પ્લાન બનાવ્યો છે. મેચ જોવા આવતાં પ્રેક્ષકોને વાહન ડાબી સાઈડ પાર્કીંગના સ્થળે જ પાર્ક કરવા સુચના અપાય છે. તેમજ રોંગસાઈડ કે ટ્રાફીક નિયમની વિરૂૂધ્ધ ડ્રાઈવીંગ કરનાર વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આડેધડ પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવામાં આવશે તેમજ વાહન ચોરી ન થાય તે માટે પોતાના વાહનો લોક કરીને સુરક્ષીત રાખવા જણાવ્યું છે. ઉપરાંત જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsIndia-England T20 matchrajkotrajkot newsSportssports news
Advertisement
Next Article
Advertisement