For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્ર

02:19 PM Jun 03, 2025 IST | Bhumika
ipl ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્ર

Advertisement

પાંચ સ્તરની સુરક્ષા ગોઠવાઇ; ચિત્તા જેવી ઝડપથી દોડતા 140 LRD જવાનો બાઉન્ડ્રી પર તૈનાત રહેશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખથી વધુ લોકો મેચ જોવા ઉમટશે તેવી શકયતા છે. સ્ટેડિયમ ફરતે પાંચ સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે, તેમજ 12 સ્થળો પર પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની થીમ પર સ્ટેડિયમમાં લાઇટ શો યોજાશે.

Advertisement

ફાઇનલ મેચને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા હોઇ મુંબઈ, બેંગ્લુરુ, ચંદીગઢથી આવતી ફ્લાઈટો પેક જોવા મળી રહી છે. વન વે ભાડામાં 3 થી 4 ગણો વધારો થયો છે. બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી સ્ટેડિયમ સુધી રોડ બંધ રહેશે.

આ મહત્વપૂર્ણ મેચ માટે અમદાવાદ પોલીસે સુરક્ષાનું કડક આયોજન કર્યું છે. ભૂતકાળમાં મેચ દરમિયાન બે વખત કોઈક પ્રેક્ષક રેલિંગ કૂદી મેદાનમાં પ્રવેશવાની ઘટના બની ચૂકી છે, જેના કારણે આ વખતે આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ફરી ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

અહિં 140 LRD જવાનોને ખાસ પસંદગી આપવામાં આવી છે, જેમને મેદાનની બાઉન્ડ્રી પર દોડતી-ફિલ્ડિંગ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. કોઈ પ્રેક્ષક જો રેલિંગ પાર કરીને મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે, તો આ જવાનો ફટાફટ દોડી તેને અટકાવશે. આ ઉપરાંત મેદાન અને આસપાસ કુલ 4000 પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશેમેચ દરમિયાન, મેદાનની બાઉન્ડ્રી પર આઠ ફૂટ ઊંચી રેલિંગ અને ત્રણ લેયર સુરક્ષા કવચ ગોઠવાયો છે. આ સુરક્ષાની ત્રીજી લેયરમાં સ્ટેડિયમમાં આવેલા પ્રેક્ષકો વચ્ચે પણ પોલીસ હાજર રહેશે.

આ ફાઈનલ માટે અમદાવાદ પોલીસે સ્ટેડિયમની આસપાસ અને અંદર કુલ 4000 પોલીસ કર્મચારીઓને લગાવ્યા છે. સ્ટેડિયમ આસપાસ 1100 અને અંદર 3000 જેટલા પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. ત્રણ લેયર સુરક્ષા ગોઠવાઈ છે. લોકોને સ્ટેડિયમમાં પ્રવેશતાં પહેલા સખત ચેકિંગ પાસ થવું પડશે. પોલીસ ડ્રોન સાથે સ્ટેડિયમની આસપાસ અને અંદર સતત નજર રાખશે. બોડીકેમ સાથેના જવાન પણ ફટાફટ કોઈ શંકાસ્પદ વ્યક્તિ પર કાર્યવાહી માટે સજ્જ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement