For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજય

10:54 AM Jan 03, 2025 IST | Bhumika
25 છગ્ગા  429 રન  રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજય

વર્ષ 2025ની પહેલી જ મેચ જ ધમાકેદાર રહી છે. આવી મેચ હોય તો મજા આવી જાય. ક્રિકેટ રસીકો માટે આવો રોમાંચક મેચ હોય તો મજા પડી જાય. વર્ષની શરૂૂઆતમાં જ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી20માં ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. મેચ કોઈ બોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મથી ઓછી નહોતી.

Advertisement

ન્યૂઝીલેન્ડની ધરતી પર વર્ષ 2025ની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં બેટ અને બોલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ મેચમાં જોવા મળેલી દરેક વસ્તુ ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કરી શકે છે. પરિણામ સુધી પહોંચતા પહેલા શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ગઈ હતી. આ મેચમાં છગ્ગાનો વરસાદ થયો હતો અને રનનો પહાડ પણ હતો. અંતે, શ્રીલંકાની ટીમ અદ્ભુત જીતની સ્ક્રિપ્ટ લખવામાં સફળ રહી હતી.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની સીરિઝની છેલ્લી મેચમાં મુકાબલો એટલો કપરો હતો કે હાઈ સ્કોર હોવા છતાં જીત અને હાર વચ્ચેનો તફાવત માત્ર 7 રનનો રહ્યો હતો. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પણ પોતાનું જોરદાર પર્ફોન્સથી ક્રિકેટ ફેન્સને ખુશ કરી દીધા હતા. જો કે કિવી ટીમ ટાર્ગેટથી 7 રન ઓછા કરી શકી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આ રીતે, બંને ટીમોના સ્કોર ઉમેરીને, મેચમાં કુલ 429 રન થયા, જે બંને ટીમો વચ્ચે રમાયેલી ઝ20 મેચમાં કુલ રનનો નવો રેકોર્ડ છે.

Advertisement

શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરતા 218 રન બનાવવામાં સફળ રહી કારણ કે કુસલ પરેરાએ શ્રીલંકા તરફથી સૌથી ઝડપી ઝ20 સદી ફટકારીને શ્રીલંકા માટે નવો રેકોર્ડ બનાવ્યો હતો. કુસલ પરેરાએ ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર 44 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. શ્રીલંકા માટે સૌથી ઝડપી ઝ20ઈં સદી ફટકારવાની બાબતમાં, પરેરાએ 2011માં દિલશાનનો 55 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

હવે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ કુસલ પરેરાની વિસ્ફોટક સદીના કારણે શ્રીલંકાએ બનાવેલા રનનો જવાબ આપવા આવી ત્યારે ત્યાંથી પણ રનનો વરસાદ ઓછો થયો ન હતો. ઓપનિંગ જોડીએ 81 રનની ધમાકેદાર શરૂૂઆત આપી હતી. કિવી ટીમના કોઈપણ બેટર સદી ફટકારી શક્યા ન હોવા છતાં છગ્ગા ફટકારવામાં તે શ્રીલંકા કરતા એક ડગલું આગળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે 13 સિક્સ ફટકારી. પરંતુ, આ પછી પણ 25 છગ્ગાની આ મેચમાં ન્યૂઝીલેન્ડને છેલ્લા સ્થાને આવતા હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે કિવી ટીમની સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement