For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ

10:53 AM Jan 08, 2025 IST | Bhumika
ગંભીરની કોચિંગમાં 6 માસમાં બન્યા 15 શરમજનક રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમે 2024 ની શરૂૂઆત જબરદસ્ત અંદાજમાં કરી હતી. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝને 4-1થી પોતાના નામે કરી હતી. ત્યાર બાદ અમેરિકા-વેસ્ટઇન્ડીઝમાં રમેલ ટી20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. ભારત 11 વર્ષ બાદ કોઈ આઇસીસી ટુર્નામેંટ જીત્યું હતું. ટી20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કોચ હતો. ત્યાર બાદ આ જવાબદારી ગૌતમ ગંભીરને મળી.

Advertisement

ગંભીર કોચ બનતા જ ટીમ ઈન્ડિયાનો સમય અચાનક બદલાઈ ગયો. વર્ષના શરૂૂઆતમાં મજબૂત દેખાતી ટીમની પરફોર્મન્સમાં ઘટાડો આવ્યો અને વર્ષના અંત સુધીમાં ઘણા શરમજનક રેકોર્ડ બની ગયા. તો ચાલો આ રેકોર્ડ વીશે જાણીએ. ભારત આ વર્ષે શ્રીલંકા પ્રવાસે 3 વને મેચોની સીરિઝમાં 2-0 થી હારી ગઈ. પહેલી મેચ ટાઈ રહી અને તેના બાદ ભારત બંને મુકાબલામાં હારી ગયું.

ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ લંકાઈ ટીમ વિરૂૂદ્ધ વનડે સીરિઝમાં હાર મળી. છેલ્લી વાર 1997માં મળી હતી. ભારતીય ટીમના નામે પહેલી વાર 3 વનડે મેચોની સીરિઝમાં 30 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ નોંધાયો. શ્રીલંકા વિરુદ્ધ ત્રણેય વનડે મેચમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે એક પણ વનડે મેચ નથી જીતી. તેને 3 મેચમાં રમવાનો મોકો અને ત્રણેય મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. 45 વર્ષ બાદ આવું થયું જ્યારે ટીમ ઈન્ડિયા કેલેન્ડર ઈયરમાં એક પણ વનડે નથી જીતી.

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમ 36 વર્ષ બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારી. બેંગલુરુમાં તેને કીવી ટીમે સીરિઝના પહેલી મેચ હરાવી હતી. આની પહેલા જોન રાઇટની કેપ્ટનશિપમાં તેણે 1986માં જીત મળી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હારી હતી. આ મેદાન પર 19 વર્ષ બાદ ભારતને ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેંગલુરુ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 46 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પહેલી વાર ઘરેલું મેદાન પર 50 રનથી ઓછામાં ઓલઆઉટ થઈ. ભારતીય ટીમ પહેલી વાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ મેદાન પર ટેસ્ટ સીરિઝ હારી છે. તેને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ ઘરેલું મેદાન પર 12 વર્ષ બાદ કોઈ ટેસ્ટ સીરિઝ હારી છે. તેણે છેલ્લી વાર 2012માં ઈગ્લેંડે 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં 2-1થી હરાવી હતી. ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરેલું મેદાન પર સતત બે ટેસ્ટ મેચ હારી છે. છેલ્લી વાર 2012માં થયો હતો.

ત્યારે ઈંગ્લેન્ડે તેણે મુંબઈ અને કોલકાતામાં હરાવી હતી. મુંબઈમાં ટીમ ઈન્ડિયાના અજય રહાણેનો રેકોર્ડ 12 વર્ષ બડ તૂટયો. ટીમ ઈન્ડિયા ગઈ વખતે અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારી હતી. 2012માં તેણે ઇંગ્લિશ ટીમે 10 વિકેટથી હરાવી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણેય મેચમાં હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ બાદ ઇતિહાસમાં પહેલી વખત છે જયારે ભારતીય ટીમને પોતાના ઘરમાં ત્રણ કે તેનાથી વધારે મેચોની ટેસ્ટ સીરિઝ ક્લિન સ્વીપ થવું પડ્યું.

ભારત 13 વર્ષ બાદ મેલબર્ન મેદાન પર કોઈ ટેસ્ટ ટેસ્ટ મેચ હાર્યું. છેલ્લી વાર 2011માં આ મેદાન પર ટીમ ઈન્ડિયાને ટેસ્ટ મેચમાં હાર મળી હતી. સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સીરિઝ હારી ગઈ. તે 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઈ ટેસ્ટ સીરિઝ હારી છે. છેલ્લી વાર આવું 2014-15માં થયું હતું. ભારત સીરિઝમાં 3 ટેસ્ટ મેચ હારી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઈ સીરિઝમાં ભારતને 12 વર્ષ બાદ 3 હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે ટીમને એડિલેડ બાદ મેલબર્ન અને સિડનીમાં હાર મળી. ભારત સિડની ટેસ્ટ હાર્યા બાદ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ 2025ના ફાઇનલમાં પણ નથી પહોંચી શકી. તે રેસ થી બહાર થઈ ગઈ. આવું પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ઠઝઈના ફાઇનલમાં નહીં રમે.

ગંભીરની કોચિંગમાં રિઝલ્ટ
ટેસ્ટ: 10 મેચ રમાઈ, 3 જીત્યા, 6 હાર્યા, એક ડ્રો.
વનડે: 3 મેચ રમાઈ, 3 હાર્યા.
ઝ20: 6 મેચ રમાઈ, 6 જીત્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement