For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યોની સેવા શુદ્રોની ફરજ: સરમાએ માફી માગી

05:05 PM Dec 29, 2023 IST | Sejal barot
બ્રાહ્મણો  ક્ષત્રિયો  વૈશ્યોની સેવા શુદ્રોની ફરજ  સરમાએ માફી માગી

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જાહેરમાં માફી માંગી છે. આટલું જ નહીં હવે તેમણે પોતાની એક જૂનું ટ્વિટ પણ ડિલીટ કરી દીધુ છે. તે ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોની સેવા કરવી શુદ્રોની સ્વાભાવિક ફરજ છે. તેમની આ પોસ્ટથી વિવાદ થયો હતો. વિપક્ષી નેતાઓએ તેમને ભાજપની મનુવાદી વિચારધારા ગણાવી તેમની નિંદા કરી હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હિન્દુત્વ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયની વિરુદ્ધ છે. ઓવૈસીએ કહ્યું, આ કમનસીબ ક્રૂરતામાં પ્રતિબિંબિત થાય છે જેનો આસામના મુસ્લિમોએ વર્ષોથી સામનો કર્યો છે.
વધતા વિવાદ બાદ હિમંત સરમાએ ગુરુવારે માફી માંગી અને કહ્યું કે આ ભગવદ ગીતાના એક શ્ર્લોકનો ખોટો અનુવાદ છે. તેમણે લખ્યું, મને ભૂલ દેખાતાની સાથે જ મેં તરત જ પોસ્ટ હટાવી દીધી. મહાન વ્યક્તિ શ્રીમંત શંકરદેવની આગેવાની હેઠળના સુધારા આંદોલન માટે આભાર. આસામ રાજ્ય જાતિવિહીન સમાજનું આદર્શ ચિત્ર દર્શાવે છે.
તેમણે કહ્યું કે, જો દૂર કરવામાં આવેલી પોસ્ટથી કોઈને દુ:ખ થયું હોય તો હું દિલથી માફી માંગુ છું. તેમણે કહ્યું કે તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર દરરોજ સવારે ભગવદ ગીતાનો એક શ્ર્લોક નિયમિતપણે અપલોડ કરે છે. અગાઉ, ઓવૈસીએ કહ્યું હતું કે, બંધારણીય પદ સંભાળતી વખતે લીધેલા શપથ દરેક નાગરિક સાથે સમાન રીતે વર્તવા જણાવે છે. આ આસામના મુસ્લિમોએ છેલ્લા કેટલાક વર્ષોમાં જે કમનસીબ ક્રૂરતાનો સામનો કર્યો છે તે દર્શાવે છે.
હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા માટે છે, અને સીએમની પોસ્ટ તેનાથી વિપરિત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement