રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરના પાવઠી ગામેથી બંદૂકો, દેશી કટ્ટા અને હથિયારો મળતા સનસનાટી

12:18 PM Dec 23, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા ના પાવઠી ગામના ગૌવંશ રક્ષકોને પોતાનાજ ગામમાંથી ગૌવંશ ની કતલ,હેરાફેરીની મળેલ બાતમીને લઈ ગઈકાલે ગોઠવેલ વોચ દરમિયાન તળાજા ના યુવાનો ની મદદ લઇ ગાયને ક્રૂરતા પૂર્વક વાહનમાં બાંધીને લઈ જવાતી હોય પકડી પોલીસ મથકે લાવેલ.ગૌવંશ રક્ષકો અને બજરંગદળ ના યુવાનો પોલીસ મથકે આવી જતા તેઓની રજુઆત ના પગલે પોલીસે પાવઠી ગામે હાથ ધરેલ તપાસ દરમિયાન કહી શકાય કે ફૂટેલા અને જીવતા કારતુસ,જામગરી, દેશી કટ્ટો સહિત હથિયારો નો ખજાનો મળ્યો હતો.
તળાજા પોલીસ મથકે રાત્રીના દસેક વાગ્યા થી લઈ બપોર ના ત્રણેક વાગ્યા સુધી ગૌવંશ રક્ષકો,બજરંગદળ સહિતના હિંદુ સંગઠનના યુવાનો એ પાવઠી ગામના ઈસમો દ્વારા વાહનમાં લઈ જવાતી ગાય,બાદ પાવઠી ગામેથી મળી આવેલ માંસ ના ટુકડા અને હથિયારો ને લઈ આરોપીઓ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવા હેતુ સાથે પુજય શ્રીરામના નારાઓ લગાવતા જોવા મળ્યા હતા.મામલાની ગંભીરતા ને લઈ જિલ્લા પંચાયત ભાજપ ના સભ્ય અરવિંદભાઈ ડોડીયા પણ પોલીસ નિષ્પક્ષ તપાસ કરે,કોઈપણ દોષિત છૂટી ન જાય તે માટે પોલીસ ને રજુઆત કરવા અને ગૌવંશ રક્ષકો ના સમર્થમા દોડી આવ્યા હતા.
બનાવ ના પગલે વિભાગીય પોલીસ વડા જયદીપસિંહ સરવૈયા,પો.ઇ. આર.ડી. ચૌધરી, મહિલા પો.સ.ઇ એન.આર. મકવાણા અને અલંગ પો.સ.ઇ તિવારી સહિતના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા રાત્રી અને દિવસ દરમિયાન પાવઠી ગામે બાતમી વાળી જગ્યા એ સ્થળ તપાસ કરી હતી.પોલીસે જણાવ્યું હતુ કે પાવઠી ગામમા પ્રવેશ કરતા જમણા હાથ તરફ આવેલ મકાન અને તેની પાછળ ના ભાગે તપાસ કરતા પશુઓને ખવરાવવા માટે રાખવામાં આવેલ ઓઘા મા સંતાડી ને રાખવામાં આવેલ ડીપ ફ્રીઝ માંથી માંસ ના ટુકડાઓ મળી આવતા એફ.એસ.એલ અને પશુ ડોકટર ને બોલાવી ને કબ્જે લઈ રાજકોટ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.મળી આવેલ માંસ ગૌવંશ ના હોવાનો રિપોર્ટ આવશે તો તેની અલગ થી કાર્યવાહી થશે.
અહીં પોલીસ ની તપાસ દરમિયાન હથિયારો નો કહી શકાય કે ખજાનો મળી આવ્યો હતો. જેમાં જીવતા કારતુસ 46, ફૂટેલા 31 કારતુસ,દેશી જામગરી બે બંદૂક,દેશી કટ્ટો,બાર બોર જેવી દેખાતી બે બંદૂક,એરગન 4 અને ફાયરિંગ માટે કામ લાગે તે માટે છરા નો જથ્થો મળી આવતા હેડ.કો.સવજીભાઈ બોરીચા એ વલી આલમભાઈ જૂણેજા,કાસમ આલમભાઈ જુણેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ 25,(1)1બી અને જીપીએક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરેલ છે.રેડ દરમિયાન બંને આરોપીઓ ફરાર થઇ જતા તેમની માનવ સોરસીસ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ ગતરાત્રે ગાય ને ક્રૂરતા પૂર્વક બાંધી ને વાહનમાં લઈ જતા અશરફ રહીમભાઈ જૂણેજા, ભીખુભાઇ રહીમભાઈ કુરેશી રે.પાવઠી તથા સલીમ પીરભાઈ શેખ રે.ખરકડી તા.ઘોઘા વાળા વિરુદ્ધ ગૌવંશ રક્ષક ગોપાલ મહેશભાઈ ચૌહાણ એ ફરિયાદ આપતા પોલીસે ત્રણેય ની અટકાયત કરી તપાસ હાથધરીછે.

Advertisement

હથિયારો મામલે ઊંડી તપાસ થશે : dysp

વિભાગીય પોલીસ વડા એ જણાવ્યું હતુ કે જે પ્રકારે હથિયારોનો મોટો જથ્થો મળ્યો છે.તે ગંભીર બાબત છે.ફાયરિંગ કરી ને મોત નિપજાવી શકે અથવા તો ગંભીર ઇજા પહોંચાડી શકે કરતુસ સહિતના હથિયાર તે કોના છે,અહીં શા માટે રાખવામાં આવ્યા હતા.કોણ મૂકી ગયુ હતુ.આટલી મોટી માત્ર માં લાવવા નું કારણ શું જેવા અનેક સવાલો ઉભા થયા છે.આ કેસ ની તપાસ પો.ઇ આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.

Tags :
bhavnagardesi katta and weapons from PavathiofSensation of getting gunsvillage
Advertisement
Next Article
Advertisement