For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી નોટની લેતીદેતી તેમજ સરકારને ધમકાવવા માટે અપહરણ આતંકવાદ ગણાશે

11:07 AM Dec 13, 2023 IST | Sejal barot
નકલી નોટની લેતીદેતી તેમજ સરકારને ધમકાવવા માટે અપહરણ આતંકવાદ ગણાશે

કેન્દ્ર સરકારે મંગળવારે આતંકવાદી કૃત્યની કાયદાકીય પરિભાષાને નવું સ્વરુપ આપ્યું છે. નવા ક્રિમિનલ કોડમાં નકલી નોટ ચલણમાં લેવી અને સરકારને ધમકાવવા માટે અપહરણ, કોઈને ઘાયલ કરવા અને તેના મોતનું કારણ બનવું જેવી વિગત પણ આતંકવાદની શ્રેણીમાં ગણાશે. આ સાથે જ ક્રૂરતાને પુન: પરિભાષિત કરાઈ છે, જેમાં એક મહિલાને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું પણ સામેલ છે.
આર્થિક સુરક્ષાને ખતરામાં નાખનારી નકલી ચલણી નોટના વેપારને હવે આતંકવાદી કૃત્ય માનવામાં આવશે. સાથે જ સરકારને ધમકાવવા માટે કોઈ વ્યક્તિનું અપહરણ પણ આતંકવાદી કૃત્ય તરીકે પરિભાષિત કરાશે. સરકારે ભારતીય ન્યાય સંહિયા કે BNSમાં બે નવા સેક્શન જોડ્યા છે, જે ગુનાકિય પ્રક્રિયા સંહિતા સહિત હાલના ગુનાકિય કાયદાને બદલવા માટે બનાવવામાં આવેલા ત્રણ ખરડામાંથી એક છે. જેણે કલમ 86માં ક્રૂરતાને પરિભાષિત કરાઈ છે તેમાં એક મહિલાના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું સામેલ છે.
ખરડાના ગત સંસ્કરણમાં કલ 85માં પતિ કે તેના પરિવારના સભ્યોની પોતાની પત્નીની સાથે ક્રૂર વ્યવહાર કરવાના દોષી ગણાવવા પર ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હતી. જો કે તેમાં ક્રૂર વ્યવહારને પરિભાષિત કરાઈ ન હતી. તેણે હવે સામેલ કરી લેવાઈ છે અને આ પરિભાષા મહિલાના માનસિક સ્વાસ્થ્યની સાથે જ તેમના શારીરિક સ્વાસ્થ્ય સુધી વિસ્તૃત છે. જેમાં કોઈ યૌન ઉત્પીડન પીડિતાની અનુમતિ વગર અદાલતી કાર્યવાહીથી તેમની ઓળખ ઉજાગર કરવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement