For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંદકી કરતી સીમંધર ટોયઝ શોપને લાગ્યા સીલ

06:13 PM Apr 29, 2024 IST | Bhumika
ગંદકી કરતી સીમંધર ટોયઝ શોપને લાગ્યા સીલ

અગાઉ નોટિસ આપવા છતાં ન સુધરતા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી

Advertisement

રાજકોટ શહેરમાં ડો. યાજ્ઞિક રોડ વોર્ડ નં-7 પર સીમંધર ટોઈઝ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.29/04/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.29/04/2024ના રોજ સીમંધર ટોઈઝના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

હાલ સરકારની નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન / ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવેલ હતી.

Advertisement

જાહેરમા બાંધકામનો કાટમાળ નાખનારને રૂા. 7,500નો દંડ
સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રેલનગર વિસ્તાર ખાતે આવેલ કુંજ રોડ પાસે આર.કે પાર્ક આગળ આવેલ વિસ્તારમાં જાહેરમાં સી એન્ડ ડી (ક્ધસ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ) વેસ્ટ જાહેરમાં નિકાલ કરતા જણાયેલ. જાહેરમાં સી. ફળા; ડી. વેસ્ટ નાખાવા બદલ આસામી પાસેથી રૂૂ.7,500/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ. સી. એન્ડ ડી. વેસ્ટ નાખનાર ટ્રેક્ટર માલિક શૈલેષભાઈને રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સેનીટરી ઈન્સપેકટર એઝાઝખાન પઠાણ, સેનીટરી સબ ઇન્સ્પેક્ટર પરેશભાઈ પરમાર અને હર્ષાબેન જાની દ્વારા ઘટના સ્થળે પહોચીને આસામી પાસેથી રૂૂપિયા 7,500/-દંડની કાર્યવાહી કરવામાં આવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement