For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ભરબજારે છરીની અણીએ અડધા લાખની લૂંટ

01:54 PM May 16, 2024 IST | Bhumika
ભાવનગરમાં ભરબજારે છરીની અણીએ અડધા લાખની લૂંટ
Advertisement

બાઇકચાલક યુવકના ખિસ્સામાંથી પૈસા કાઢી ફરાર થઇ જતા ફરિયાદ નોંધાઇ

Advertisement

ભાવનગર શહેરના યશવંતરાય નાટ્યગ્રહ પાછળના ભાગે પસાર થતાં યુવાનને છરી બતાવી ધમકી આપી રૂૂપિયા અડધા લાખની લૂંટ ચલાવી આરોપી બાઇક નાસી છૂટ્યાનો બનાવ બનવા પામ્યો છે.

લૂંટના આ આ બનાવની વિગત એવી છે કે કુલદીપ ગંગારામ ચૌહાણ (મુળ રહે.ઉત્તરપ્રદેશ, હાલ રહે, મોતીતળાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે તથા તેનો ભાઇ શીવકુમાર પીઓપીનું કામ કરે છે અને ગઇકાલે તેને પીઓપીની કામગીરી પેટે પ્રેમનાથભાઇએ રૂૂા.500ના દરના બે બંડલ (એક લાખ) આપ્યા હતા, જેમાંથી રૂૂા.50,000ની રોકડ રકમ તેના ખિસ્સામાં હતી. સાંજના સમયે ફરિયાદી અને તેનો ભાઇ યશવંતરાય નાટ્યગૃહની પાછળના રોડ પરથી ટાંકી પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે સાડા સાત વાગે 18 થી 20 વર્ષનો એક યુવક બાઇક પર આવ્યો હતો.

આ શખ્સે ન ખાતા વાળો છુ પ તેમ જણાવી તમારી થેલીમાં શુ છે ? તેમ પુછચા ફરિયાદીએ થેલીમાં બકાલુ છે તેમ જણાવતા બાઇક ચાલક શખ્સે અચાનક જ છરી કાઢી હતી અને તમારી પાસે જે કંઇ હોય તે આપી દેવાનું જણાવતા ફરિયાદીના ગળે છરી મુકી દેતા ફરિયાદી અને તેનો ભાઇ ગભરાઇ ગયા હતા અને ફરિયાદીએ પેન્ટના ખિસ્સામાંથી રૂા.50,000ની રોકડ હતી તે ફરિયાદીને આપી દીધી હતી. ત્યાર બાદ આ શખ્સે તને પોલીસ સ્ટેશન લઇ જવાનો છે તેમ જણાવી ફરિયાદીને બાઇક પર બેસાડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement