ગંદકી સબબ પાનની બે દુકાનો સીલ
ગંદકી સબબ પાનની બે દુકાનો સીલમનપાના પર્યાવરણ વિભાગ દ્વારા ગંદકી સબબ કડક કાર્યવાહી હાથ ધરાઈ
વરસાદી વાતાવરણના કારણે શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. મચ્છરોનો ત્રાસ વધતા ગંદકી અને સફાઈ મુદ્દે તંત્ર દ્વારા વધુ ધ્યાન આપવામા આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને ચા-પાનની હોટલો કે જ્યાં ગંદકીની સાથો સાથ વધુ લોકો ભેગા થતાં હોય અને મચ્છર કરડવલાથી રોગચાળો વધુ ફેલાવાનો ભય ઉભો થતો હોય તેવા સ્થળોની ચકાસણી હાથ ધરી અગાઉ અનેક એકમો સીલ કર્યા છે. જે અંતર્ગત આજે પણ પર્યારણ વિભાગે સ્પીડવેલ પાર્ટીપ્લોટ રોડ ઉપર આવેલ પ્યાસા પાન અને જય દ્વારકાધીશ પાન એન્ડ ચા સહિતની બે દુકાનોને ગંદકી સબબ સીલ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ, રાજકોટ ખાતે આવેલ પ્યાસા પાન અને જય દ્રારકાધીશ પાન-ચા કુલ 2 દુકાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.30/07/2024ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો.
જેથી તા.30/07/2024 ના રોજ પ્યાસા પાન અને જય દ્રારકાધીશ પાન ફળા; ચા કુલ 2 દુકાનોના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ 1949ની કલમ 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. મનપાના પર્યારણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખાસ કરીને ચાની હોટલો કે જ્યાં સૌથી વધુ ગંદકી થતી હોય છે. ત્યાં સ્પશિયલ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. પ્રથમ વખત નોટીસ આપી ન સુધરે તો આ એકમો સીલ કરવામાં આવશે. તેમ જ ઔદ્યોગિક વસાહતોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ગંદકી સબબ ચેકીંગ કાર્યવાહી હાથ ધરાશે તેમ પર્યાવરણ વિભાગમાંથી જાણવા મળેલ છે.