રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉંચી માંડલમાં કેનાલમાં ડૂબી જવાથી યુવકનું મોત

12:07 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં મોરબી પોલીસ પણ ત્યા દોડી ગઇ હતી. તેમજ બનાવનું કારણ જાણવા તજવીજ આદરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક એકોર્ડ પ્લસ સીરામીક પાસે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ કેનાલમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ તેવી જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા ચાર કલાકની શોધ ખોળ પછી રતિલાલ યાદવ (ઉ.વ.27) નામના યુવકનો મૃતદેહ મળી આવતા પરીવારને સોંપવામાં આવ્યો છે. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

Advertisement

Tags :
canalinMandalUchiYouth dies due to drowning
Advertisement
Next Article
Advertisement