રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રિક્ષામાં અશ્લિલ હરકતો કરતો વીડિયો વાઈરલ : યુવક અને યુવતીની ધરપકડ

12:13 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

મોરબીના સરદાર બાગ નજીક પાર્કિંગની જાહેર જગ્યામાં રીક્ષામાં બેસી યુવક અને યુવતી અશ્ર્લીલ હરકત કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું જેમાં પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી હતી અને બંને ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હિતેષભાઈ ચાવડાએ આરોપી સંદીપભાઈ ઉર્ફે સુનીલ ધીરૂૂભાઈ પેથાણી રહે મોરબી-2 વિદ્યુતનગર ગરબી ચોક બાજુમાં સામાકાંઠે અને એક યુવતી રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હોય જેમાં એક યુવક અને યુવતી જાહેર સ્થળે બીભત્સ ચેનચાળા કરતા હોવાનું જણાવી આવેલ હોય જેથી બાતમીને આધારે માહિતી મેળવતા વિડીયોમાં જોવા મળતી સીએનજી રીક્ષા સરદાર બાગ પાસે ઓમ શાંતિ સામેના ગ્રાઉન્ડમાં પડેલ હોય જેથી સ્થળ પર તપાસ કરતા એક રિક્ષાચાલક અને એક મહિલા હાજર હતી.
જે રીક્ષા જીજે 13 વાય 0675 ના રિક્ષાચાલક આરોપી સંદીપ ઉર્ફે સુનીલ પેથાણી (ઉ.વ.38) અને તેની સાથે એક 28 વર્ષીય યુવતી મળી આવતા બંનેને રીક્ષામાં બેસી બીભત્સ ચેનચાળા કરવા બદલ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
andarrestedgirlmanmorbinewsViral video of lewd acts in a rickshaw: Young
Advertisement
Next Article
Advertisement