રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરમાં ભાદરના રેલવે પુલ પરથી બે પરપ્રાંતીય યુવાનો નીચે પટકાતાં એકનું મોત, બીજો ગંભીર

01:56 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

જેતપુર શહેરમાં ભાદરના પુલ પરથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર આવેલી ટ્રેનને જોઈને ભયભીત બનેલા બે પરપ્રાંતિય યુવાનોએ ભાગવાનો પ્રયાસ કરતા નીચે ખાબકતા એકનું મોત થયું હતું. જ્યારે બીજાને ગંભીર સારવાર માટે જુનાગઢ દવાખાને ખસેડાયો છે ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક યુવાન તેમજ ઘાયલ યુવાનની ભાલ મેળવવા તપાસ કરી છે.
ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થ જૂનાગઢ રીફર કરાયો. રેલવે પોલીસ ઘટના સ્થળ પહોંચી મૃતક ને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ભાદરના પુલ પરથી પસાર થતી એક ટ્રેનનું વ્હીસલ સાંભળતા ટ્રેક ઉપરથી ચાલતા જતા બે પરપ્રાંતિય યુવાનો ભાગવાનો પ્રયાસ કરતા બંને નીચે ફટકાયા હતા.
જેમાં એકનું મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે માટે દવાખાને ખસડાયો છે.
પહોંચેલા ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. કે. મનાતે જણાવ્યું હતું કે મૃતક તેમજ ઈજાગ્રસ્ત યુવાનની ભાલ મેળવવા કવાયત આદરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને પર પ્રાતીય કારખાનામાં મજૂરી કામ કરતા હતા.

Advertisement

Tags :
one deadotherseriouslyTwo migrant youths fall from Bhadar railway bridge in Jetpur
Advertisement
Next Article
Advertisement