રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પડધરીના ઉકરડામાં શેઢાના પ્રશ્ને યુવાન ઉપર બે શખ્સનો હુમલો

11:33 AM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

પડધરી તાલુકાના ઝાલાના જોધપર ગામે શેઢાના પ્રશ્ને યુવાન પર શેઢા પાડોશી બે શખ્સોએ હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના ઉકરડા ગામે રહેતા પરેશભાઈ રણછોડભાઈ છીપરીયા નામનો 38 વર્ષનો યુવાન ઝાલાના જોધપુર ગામે આવેલી પોતાની વાડીએ હતો ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામા શેઢા પાડોશી મનસુખ અને હીરા નામના શખ્સોએ શેઢાના પ્રશ્ને ઝઘડો કરી માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વીરપુરમાં આવેલા રાણબાગ વિસ્તારમાં રહેતા ભરત ભીમજીભાઇ સોલંકી નામની 22 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે હતો ત્યારે નવઘણ અને ભરત સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
inPaddhariShedhaTwo men attack the young man for questioning
Advertisement
Next Article
Advertisement