રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિરાસર એરપોર્ટ પાસે ચાલુ રિક્ષાએ ચાલકને આવ્યો હાર્ટએટેક, રિક્ષા પલ્ટી મારી જતાં મોત

04:45 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા હીરાસર એરપોર્ટ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો.અગાઉ બામણ બોર નજીક એક યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત નીપજ્યું હતું.ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે.રાજકોટથી રીક્ષા લઈ ચોટીલા તરફ જઈ રહેલા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રીક્ષા પલટી ખાઈ રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી.એરપોર્ટ પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી યુવકના પરિવારને જાણ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું મૃતકને ચાલુ રીક્ષાએ હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયાની શંકા તબીબોએ વ્યક્ત કરી હતી.
વધુ વિગતો મુજબ,હીરા સર એરપોર્ટ નજીક આજે સવારે રીક્ષા પલટી ખાઈ જતા તેના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એ.કે.ગૌશ્વામિ,રાઇટર પરાક્રમસિંહ અને સારંગભાઈ તુરંત ત્યાં પહોંચી ગયા હતા અને રીક્ષા નંબરને આધારે તપાસ કરતા મૃતક જેતપુર નવાગઢના નરસિંહભાઈ તડશીભાઈ પરમાર(ઉ.50) હોવાનું જાણવા મળ્યું હતું.
પીએસઆઈ ગૌશ્વામિએ મૃતકના પરિવારનો સંપર્ક કરતા તેમના પત્ની રાજકોટ આવી પહોંચ્યા હતા.તેઓએ પોલીસને જણાવ્યું હતું કે,પતિ નરસિંહભાઈ આજે સવારે પોતાની રીક્ષા લઈ જેતપુરથી સુરેન્દ્રનગરના વિરમગામે માતાજીના દર્શનાર્થે જતા હતા.ત્યારે અચાનક રીક્ષા પરનો કાબૂ ગુમાવી દેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો.પ્રૌઢના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. પોલીસે કહ્યું હતું કે, પ્રૌઢનું મોત હાર્ટએટેકથી થયાની શક્યતા છે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણવા મળશે.

Advertisement

Tags :
Aattackdriver of a moving rickshaw near Hirasar airportheartsuffered
Advertisement
Next Article
Advertisement