For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સર્વેશ્વર ચોક શિવમ કોમ્પલેક્સનું રીપેરિંગ શરૂ

04:55 PM Dec 18, 2023 IST | Sejal barot
સર્વેશ્વર ચોક શિવમ કોમ્પલેક્સનું રીપેરિંગ શરૂ

યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર વોકળા દુર્ઘટના બાદ અનેક પ્રકારના નિયમો અને તપાસની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે પૈકી વોકળાની છતને લાગુ શિવમ કોમ્પલેક્ષની તમામ દુકાનો અને ઓફિસો ખાલી કરવામાં આવી છે. છતનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ ન આવે અને તેના માટે ઈજનેરની નિમણુંક કરવાની સુચના આપવામાં આવેલ જે અંતર્ગત હવે શિવમ કોમ્પલેક્ષનું રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. મનપાના સીટી ઈજનેરના જણાવ્યા મુજબ હાલ જર્જરીત ભાગમાં રિપેરીંગ થયા બાદ ફાઈનલ સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કરવામાં આવશે જેના આધારે આ બાંધકામ રાખવું કે તોડી પાડવું તેનો નિર્ણય લેવામાં આવસે તેમજ ત્યાં સુધી એક પણ ઓફિસ કે દુકાનો ખોલાશે નહીં.
સર્વેશ્ર્વર વોકળા દુર્ઘટનામાં મહાનગરપાલિકાને સ્ટ્રક્ચર રિપોર્ટમાં બહાર આવેલ કે વોકળાની છત અને શિવમ કોમ્પલેક્ષની છત એક જ હોવાથી શિવમ કોમ્પલેક્ષની છતને પણ નુક્શાન પહોંચી શકે તેવી સંભાવના છે. આથી શિવમ કોમ્પલેક્ષના તમામ ઓફિસ ધારકો અને દુકાનદારોને જગ્યા ખાલી કરાવી હાલ સીલ મારી દેવામાં આવ્યું છે. ઘણામ સમયથી શિવમ કમ્પલેક્ષના સંચાલકો દ્વારા ઈજનેરની શોધખોળ હાથ ધરાઈ હતી. જે પૂર્ણ થયા બાદ સ્ટ્રક્ચર રિપોર્ટ માટે હવે જર્જરીત છત અને અન્ય પીલોર સહિતનું રિપેરીંગ કામ સરૂ કરાવમાં આવ્યું છે. રિપેરીંગ પૂર્ણ થયા બાદ આખા કોમ્પલેક્ષનું ઈન્ફાસ્ટ્રક્ચર ચેક કરવામાં આવશે તેમજ સ્ટ્રેબીલીટી અને સ્ટ્રક્ચર રિપોર્ટ કાઢવામાં આવશે જેના આધારે આ કોમ્પલેક્ષની છત ક્યા પકારની છે તે જાણી શકાશે અને જો છત જર્જરીત હોવાનું બહાર આવશે તો કોેમ્પલેક્ષ પાડી નાખવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. હાલ રિપેરીંગ કામ ચાલુ હોય થોડા દિવસ બાદ રિપોર્ટ જાહેર થશે પરંતુ હાલમાં શિવમ કોમ્પલેક્ષમાં આવેલ 80થી વધુ ઓફિસ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનોને સીલ કરવામાં આવી છે. તે સીલ રિપોર્ટ ન આવે અને કોર્પોરેશન પોતાનો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી રહેશે. દુકાનમાં કે ઓફિસમાં પ્રવેશ કરવાની હાલ ફરી વખત મનાઈ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement