For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીથી ઉપલેટાનો બિસ્માર રસ્તો રિપેર કરો, ચૂંટણી બહિષ્કારની ચિમકી

11:58 AM Dec 13, 2023 IST | Sejal barot
ધોરાજીથી ઉપલેટાનો બિસ્માર રસ્તો રિપેર કરો  ચૂંટણી બહિષ્કારની ચિમકી

રાજકોટ જીલ્લાના ધોરાજીથી ભોળાથી છાડવાવદર ચીખલીયા ભોલગામડા જવાનો 13 કિલોમીટરનો મુખ્ય રસ્તા અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે અકસ્માતનો ભય અને વિદ્યાર્થીઓ તથા ગામના લોકોને ભારે મુશ્કેલીઓ તકલીફો સહન કરવાનો વારો આવેલ છે સ્થાનિક લોકોમાં રોષ અને ચાર ગામો એ જો રસ્તાઓ તાત્કાલિક સમારકામ હાથ કરવામા નહી આવે તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.રાજકોટ જીલ્લાના ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર પરથી ઉપલેટા તરફ જવાનો અને ચારથી વધારે ગામડાઓ જેમા ભોળા છાડવાવદર ભોલગામડા ચીખલીયા તરફ જવાનો 13 કિલોમીટરથી વધારાનો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં હોય તેથી નાના મોટા અકસ્માત થઇ રહયા હોય અને વાહન વ્યવહારમાં પણ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહયો છે ત્યારે અપડાઉન કરનાર વ્યક્તિઓ તથા ખેતરમાં જવા માટે ખેડૂતો હોય કે ગામડામાંથી ધોરાજી શાળા એ જવા માટે વિધાર્થીઓ હોય કે દર્દીઓ હોય કે મહિલાઓની ડીલેવરીમાં હોસ્પિટલ સુધી પહોંચવા માટે તથા હટાણુ કરવા માટે સ્થાનિક લોકો હોય આ ચાર ગામડાઓનો જોડતો માર્ગ હોય કે મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહયો છે તેથી લોકોમાં રોષ પણ જોવા મળેલ છે બિસ્માર રસ્તાઓને લઈને નાના મોટા વાહનોને અવરજવર માટે રસ્તાઓ ખરાબ હોય તેથી વાહનોને પણ ભારે નુકસાન થઈ રહયુ છે તેથી ચાર ગામડાઓના લોકો એ એવી ચિમકી ઉચ્ચારી છેે અને આ 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલત મા છે અને તેથી ચાર ગામડાઓને ભારે તકલીફો પડી રહી છે ખરાબ રસ્તાઓને કારણે સમયસર સ્થળ પર પહોંચી શકાતુ નથી એમ્બ્યુલન્સ વાન કે 108 અહી ચાર ગામડાઓમાં આવવામાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરી રહયા છે ત્યારે લોકોની એકજ માંગ છે કે તાત્કાલિક રસ્તાઓનું સમાર કામ થાય તેથી લોકોને રાહદારીઓને વિધાર્થીઓને અપડાઉન કરનારને કોઈ તકલીફ ન પડે અને અકસ્માત પણ થયા અટકી શકાય તેથી જેમ બને તેમ તાત્કાલિક રસ્તાઓ નવા બનાવવામા આવે તેવી માંગ કરી રહયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement