For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં હડકાયા કૂતરાનો આતંક, બે દિવસમાં 17 લોકોને બચકાં ભર્યા

11:38 AM Dec 09, 2023 IST | Sejal barot
ગોંડલમાં હડકાયા કૂતરાનો આતંક  બે દિવસમાં 17 લોકોને બચકાં ભર્યા

ગોંડલ અનેક રીતે પ્રખ્યાત (કુખ્યાત) છે. એક સમયે ગુંડા ગાંડા અને ગઠીયા માટે જાણીતુ ગોંડલ હવે શેરી ગલીઓમાં માથાભારે બની લોકોને રંજાડતા કુતરાઓ અંગે ચર્ચામાં છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં છેલ્લા બે દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તાર મા હડકાયા કુતરાએ સતર વ્યક્તિઓને કરડી જતા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. હોસ્પીટલમાં ઇન્જેક્શન ખુટી પડે તેવી હાલત સર્જાઇ હતી. માંડવીચોક, વેરીદરવાજા, મોટીબજાર જેવા બજાર વિસ્તારોમાં પણ ડાઘીયાઓ રાહદારીઓને રંજાડી બટકા ભરી લેતા હોવાની ઘટનાઓ સામે આવી છે. બીજી બાજુ નગરપાલિકા તંત્ર પાસે બેફામ બનેલા કુતરાઓને નાથવાનો કોઈ ઉપાયના હોય શહેરીજનો ભોગ બની રહ્યા છે. શેરીઓમાં ટુ વ્હીલર ચાલકો પસાર થાય ત્યારે કુતરા પાછળ દોડતા હોય તેવા દ્રશ્યો રોજીંદા બન્યા છે.વધુમા ઠેરઠેર કુતરાઓની ગેંગવોરમાં લોકો અટવાઈ ભયભીત બનતા હોય તેવા બનાવો પણ રોજબરોજ બની રહ્યા છે.
તાજેતરમાં રાજકોટમાં કુતરાઓ એ માશુમ બાળકીને ફાડી ખાધી તે ઘટના તાજી છે. ત્યારે ગોંડલમાં હડકાયા અને ડાહ્યા બન્ને ડાઘીયાઓ ના ત્રાસથી લોકોને મુક્ત કરાવવાં તંત્ર પ એકશન પ મોડ પર આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement