For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લસણના ભાવમાં દોઢ મહિનામાં રૂા.150નો વધારો

12:05 PM Dec 13, 2023 IST | Sejal barot
લસણના ભાવમાં દોઢ મહિનામાં રૂા 150નો વધારો

શિયાળાની શરૂઆત થતાની સાથે જ મોટાભાગની શાકભાજીના ભાવમાં મોટાપાયે ઘટાડો થતો હોય છે પરંતુ ચાલુ સિઝનમાં વાતાવરણે દગો દેતા તેની અસર ઉત્પાદન ઉપર પડી છે અને તેના કારણે રોજીંદી ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થતો રહે છે જેમાં છેલ્લા દોઢ મહિનામાં જ લસણના ભાવમાં રૂા.150નો વધારો થયો છે. જથ્થાબંધમાં વેંચાતા લસણનો ભાવ છુટક બજારમાં પહોંચતાં રૂા.250 સુધી બોલાઈ રહ્યો છે જેથી ગૃહણિઓના ખર્ચા વધી ગયા છે અને પર્સમાં રહેલી બચતમાં ઘટાડો થઈ રહ્યો છે.
દેશના મોટાભાગના ભાગોમાં 6 અઠવાડિયામાં લસણના ભાવ બમણા થઈ ગયા છે. લસણની છૂટક કિંમત 250 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. જ્યારે સરેરાશ જથ્થાબંધ ભાવ 130-140 રૂૂપિયા પ્રતિ કિલો છે. જથ્થાબંધ બજારોમાં સારી ગુણવત્તાનું લસણ 220-250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે સપ્લાયમાં ઘટાડો થવાના કારણે ભાવ વધી રહ્યા છે.
હવે લસણના ભાવ સામાન્ય લોકોનું બજેટ બગાડવા લાગ્યા છે. દેશના મોટાભાગના ભાગોના છૂટક બજારોમાં છેલ્લા 6 અઠવાડિયામાં લસણના ભાવ બમણા થઈ ગયા છે. જેના કારણે ભાવ 250 રૂૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે સરેરાશ જથ્થાબંધ ભાવ 130-140 રૂૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, જ્યારે જથ્થાબંધ બજારોમાં શ્રેષ્ઠ ગુણવત્તાનું લસણ 220-250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ડિસેમ્બરમાં લસણના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તેનું કારણ ઓછું સપ્લાય છે.
અલગ-અલગ ગુણવત્તાના લસણની છૂટક કિંમત 180-300 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જ્યારે જથ્થાબંધ ભાવ 150-260 રૂૂપિયા પ્રતિ કિલોની વચ્ચે જોવા મળી રહ્યા છે. પુણે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી)ના જથ્થાબંધ વેપારી વિલાસ ભુજબળે જણાવ્યું હતું કે દર વર્ષે આ સમયગાળા દરમિયાન લસણના ભાવમાં વધારો થાય છે. જેનું કારણ ઓછું સપ્લાય છે. પુરવઠાની સમસ્યાના કારણે આગામી દિવસોમાં લસણના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement