રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પટેલ યુવકની સગાઇ થતી ન હોય ધાર્મિક વિધિના બહાને દાગીના- રોકડ ઓળવી જનાર ગઠિયો ઝડપાયો

01:00 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે પટેલ યુવકની સગાઇ થતી ન હોય ધાર્મીક વિધી કરવાના બહાને રામાપીરના ભગત તરીકે ઓળખ આપનાર ગઠીયાએ પટેલ પરિવારને વિધીમાં બેસાડી 51 હજારની રોકડ અને સોનાનો હાર લઇ પલાયન થઇ ગયેલા. ગઠીયાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ પુછપરછ કરતા આટકોટ અમરેલીના ત્રણ ગુનાનો ભેદ ખુલ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે રહેતા અમીત રમેશભાઇ પલસાા (ઉ.34) પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જસદણવાળા હરીભાઇનું નામ આપ્યું હતું.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીના મોટાભાઇ ભાવેશ ઉર્ફે જીગાનું અગાઉ છુટુ થઇ ગયુ હોય ત્યારબાદ સગાઇ થતી ન હોય ગત તા.8/12/23ની ફરીયાદી વાડીએ હતા ત્યારે આરોપી બાઇક લઇને વાડીએ આવેલુ અને પોતાની ઓળખ રામાપીરના ભગત તરીકે આપી હતી.
આરોપી ઠગભગતે વાતચીતમાં તમારા ભાઇની સગાઇ થતી નથી તેમ કહી ધાર્મીક વિધી કરાવી પડશે તેમ કહ્યું હતું બાદમાં આરોપી ઘર જોવા માટે આવ્યો હતો.
પટેલ પરિવારને વિશ્વાસમાં લઇ ધાર્મીક વિધી કરાવવા માટે તૈયાર કર્યા બાદ ફરીયાદી તેના પત્ની અને માતા સહીતના ધાર્મીક વિધીમાં બેઠા હતા અને રૂમાલમાં 51 હજાર રોકડા અને માતાનો પાંચ તોલાનો રૂ.2.70 લાખનો સોનાનો હાર રૂમાલમાં પોટલુ વાળીને મુકયો હતો.
ધાર્મીક વિધી પુર્ણ થયા બાદ ફરીયાદી સીધા બાથરૂમમાં નહાવા જતા રહ્યા હતા અને મારી પાછળ કોઇએ આવવું નહીં તેમ કહી આરોપી સોનાનો હાર અને રૂપિયા રોકડ સાથેનો રૂમાલ લઇ પોબારા ભણી ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાતા કોટડા સાંગાણી ઇન્ચાર્જ પીએસઆઇ આર.કે. ગોહીલ સહીતના સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપી જીવિણ રામભાઇ આંકોલીયા (ઉ.39) નામવાળા યુવાનની ધરપકડ કરી તમામ મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની આગવી ઢબની પુછપરછમાં આરોપીએ આટકોટમાં ધાર્મીક વિધીના બહાને ચીટીંગ કર્યાની આ ઉપરાંત અમરેલીમાં પણ બે ગુના આચર્યા હોવાની કબુલાત આપી છે.

Advertisement

Tags :
ceremonyPatel youth caught stealing jewelry-cash on the pretext of non-engagementreligious
Advertisement
Next Article
Advertisement