રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દીપડાએ ભારે કરી, નોનવેજના ધંધાર્થીઓને ત્યાં ફૂડવિભાગનું ચેકિંગ

03:47 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટના છેવાડાના વિસ્તારોમાં દિપડાએ હાહાકાર મચાવી દીધો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા અઠાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.પરંતુ દિપડો રોજે રોજ ઠેકાણા ફેરવતો હોવાનો પણ વન વિભાગને ધ્યાનમાં આવ્યું છે. અને સાથો સાથ પશુઓનો શિકાર કર્યાના બનાવો નોંધાયા નથી ત્યારે આ દિપડાને ખોરાક કેવી રીતે પ્રાપ્ત થયો છે તે દિશામાં પણ તપાસ કરતા માલુમ પડેલ કે નોનવેજના ધંધાર્થીઓ દ્વારા બગડીગયેલ માલ સીમમાં તેમજ અવાવરુ જગ્યાએ ફેકી દીધા હોવાથી દિપડો આ પ્રકારનો હેઠવાડ ખાવા આવતો હોવાની ચર્ચા થતા મનપાના ફૂડ વિભાગે આજે નોનવેજના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી મોટીમાત્રામાં અખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો અને 10 ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં નોનવેજના ધંધાર્થીઓને નિયમ મુજબ ધંધો કરવા દેવામાં આવશે અને તે અંતર્ગત સુચનાઓ પણ અપાશે તેમ જાણવા મળેલ છે.
મનપાના ફૂડ વિભાગ દ્વારા વર્ષમાં અમુક વખત નોનવેજના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકીંગ કામગીરી હાથ ધરાય છે. આ પ્રકારના ધંધાર્થીઓને ત્યાંથી અખાદ્યપદાર્થ ક્યા પ્રકારનો હોય તે શોધીકાઢવું પણ મુશ્કેલબનતું હોય છે. કારણ કે, ફુડ વિભાગના સ્ટાફ પાસે નોનવેજના માલનું પુરતુ જ્ઞાન ન હોવાથી તેમજ મોટાભાગનો સ્ટાફ આ પ્રકારનો ખોરાક ન લેતો હોવાથી ફરિયાદો ઉઠે ત્યારે જ ચેકીંગ કરવામાં આવે છે.
પરંતુ આજે અનેક નોનવેજના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાતા ધંધાર્થીઓ અને લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું જેનું કારણ જાણવા મળેલ કે, છેલ્લા થોડા સમયથી વેસ્ટઝોનના અનેક વિસ્તારોમાં દિપડાની રંજાડ વધતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અને વન વિભાગ પણ દિપડાને પકડવા રાત-દિવસ એક કરી જહેમત ઉઠાવી રહ્યું છે. છતાં દિપડો આ વિસ્તારમાં જ અલગ અલગ જગ્યાએ દેખાતો હોવાથી તેને ખોરાક ક્યાંથી મળે છેતેની પણ તપાસ કરવામાં આવેલ જેમાં અમુક અડ્ડે નોનવેજના ધંધાર્થીઓ દ્વારા ફેંકવામાં આવતો એઠવાળ તેમજ બારોબાર રોડ ઉપર ઉભા રહેતા નોનવેજના ધંધાર્થીઓને ત્યાંથી આવતી સુગંધ કારણભુત હોવાનું જાણવા મળ્યું હતું. આથી ફૂડ વિભાગે નોનવેજના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી મોટીમાત્રામાં અખાધ્યપદાર્થનો નાશ કરી ધંધાર્થીઓને જાહેરમાં અખાદ્યપદાર્થ ન ફેંકવાની અને ફક્ત હોટલ-રેસ્ટોરન્ટનો ભીના કચરાનો નિકાલ થાય છે. તેવી ટિપરવાનમાં જ હેઠવાડ નાખવાની સુચના આપવામાં આવી હતી. આમ આજે ફરી વખત નોનવેજના ધંધાર્થીઓના કારણે દિપડો પ્રકાશમાં આવ્યો હતો.

Advertisement

સાત સ્થળેથી કેકના સેમ્પલ લેવાયા

1. ચોકો ફોરેસ્ટ કેક (લુઝ): સ્થળ- જલારામ બેર્ક્સ, 5/9 ગાયકવાડી કોર્નર, સિંધી કોલોની મેઇન રોડ
2. મલાઈ પિસ્તા કેક (લુઝ): સ્થળ- જલારામ બેર્ક્સ, 5/9 ગાયકવાડી કોર્નર, સિંધી કોલોની મેઇન રોડ
3. જર્મન ચોકલેટ કેક (લુઝ): સ્થળ- ઇઝ્ઝી બેકરી, ડીલકસ ચોક, બેડીપરા, નાગરિક બેન્ક પાસે, ભાવનગર રોડ
4. ચોકલેટ કેક (લુઝ): સ્થળ- પ્રતીક બેકરી, આર કે બંગ્લોઝ પાછળ, 50 ફૂટ રોડ, મોરબી રોડ
5. બ્લેક ફોરેસ્ટ કેક (લુઝ): સ્થળ- કેશવ બેકરી, સતનામ સોસાયટી, નવા જકાતનાલા પાસે, મોરબી રોડ
6. ચોકલેટ ટ્રફલ કેક (લુઝ): સ્થળ: આસ્થા બેકરી, રૈયા રોડ, રામનગર -1
7. સ્ટ્રોબેરી કેક (લુઝ): સ્થળ- કૌશર બેકરી, હનુમાન મઢી પાસે, રૈયા રોડ

Tags :
DepartmentfoodLeopard heavynon-vegetarians checkingThethere
Advertisement
Next Article
Advertisement