રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાર્ડમાં નવા લસણની આવક, 20 કિલોના રૂા. 4001 બોલાયા

04:36 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવી સીઝનના લસણની આવક થઈ હતી. મધ્યપ્રદેશના કોદગામના ખેડુત લકીભાઈ બે ગુણી નવું લસણ લઈને આવતા મુહુર્તનો 20 કિલો લસણનો ભાવ રૂા. 4001 બોલાયો હતો. આ સિવાય જૂના લસણની આવક 1500 ક્વિન્ટલ થઈ હતી જેનો 20 કિલોનો ભાવ રૂા. 2300થી માંડી રૂા. 3551 બોલાયો હતો.
ચાલુ વર્ષે ડુંગળીના ભાવ ખેડુતોને રડાવી રહ્યા છે તો લસણનો પાક માવઠાના કારણે બગડી ગયો હોવાથી લસણના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. મસાલા ભરવાની સીઝનમાં જ ધાણા, જીરૂ સહિતની ખેતપેદાશોના ભાવ ખુબ ઉંચા ગયા છે. જીરૂનો ભાવ હજુ પણ રૂા. 6500થી માંડી રૂા. 7500 સુધી બોલાય છે. ત્યારે ધાણાના ભાવ રૂા. 1111થી માંડી રૂા. 1450 સુધી જોવા મળી રહ્યા છે.

Advertisement

Tags :
20 kgIncome of new garlic in the yardRs. 4001spoken
Advertisement
Next Article
Advertisement