For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના રામધામ જાલીડા ખાતે આવતીકાલે સમસ્ત રઘુવંશી પરિવારોની અગત્યની મિટિંગ

11:44 AM Dec 09, 2023 IST | Sejal barot
વાંકાનેરના રામધામ જાલીડા ખાતે આવતીકાલે સમસ્ત રઘુવંશી પરિવારોની અગત્યની મિટિંગ

વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક આવેલ શ્રી રામધામ-જાલીડા ખાતે શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને માત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને આવતી કાલે તા.10/12/23ના રોજ સાંજે 5 (પાંચ) કલાકે સમસ્ત રઘુવંશી સમાજના સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છના અગ્રણીઓ-આગેવાનો-કાર્યકર્તાઓ-ટ્રષ્ટીઓની ઉપસ્થીતીમાં એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. તો સૌ રઘુવંશી ભાઇઓ-બહેનોને સમયસર ઉપસ્થીત રહેવા ધારાભ્ય જીતુભાઇ સોમાણીએ હાકલ કરી છે.
આગામી તા.16/2/24 થી તા.19/2/24ના રોજ ચાર દિવસીય કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા તેમજ વિવિધ કમીટીઓની રચના દરેક ગામોના અગ્રણીઓને વિવિધ કામોની સોપણી કરવા સહિતના મુદે ચર્ચા-વિચારણ કરવાની હોવાથી એક અગત્યની મીટીંગ હોવાથી દરેક રઘુંવશી ભાઇઓ-બહેનોને અંચુક ઉપસ્થીત રહેવા રામધામના પાયા કાર્યકર વિનુભાઇ કટારીયાએ જણાવ્યુ છે.
આગામી તા.16/2/24 થી તા.19/2/24 દરમ્યાન રામધામની પાવનભુમી પર 108 કૂંડી શ્રી રામયજ્ઞ, નિર્માણધીન શ્રી રામધામનું ખાતમુર્હત સહિતના અનેક વિધ કાર્યક્રમો સંતો-મહંતોની વિષેય ઉપસ્થીતીમાં યોજાશે.
સદગુરૂ હરીચરાગદાસજી મહારાજની આજ્ઞા મુજબ તેમજ કમીજલા ખાતે આવેલ ભાણની જગ્યાના મહંત જાનકીદાસબાપુ તથા ગોંડલ રામજી મંદિરના ગાદી પતિ જયરામદાસજી મહારાજ સહિત સૌરાષ્ટ્રભરના અનેક ધાર્મિક જગ્યાના સંતો-મહંતોની વિશેષ ઉપસ્થીતીમાં ઉપરોક્ત ચાર દિવસીય કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે જરૂરી મીટીંગ હોવાથી દરેકે અવસ્ય ઉપસ્થીત રહેવા શ્રી રામધામના મોભીઓ તેમજ ટ્રષ્ટીઓએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે. કાર્યક્રમ પુર્ણ થશે ઉપસ્થીત સૌ રઘુવંશી ભાઇઓ-બહેનો સાથે અલ્પાહાર લેશુ. તેવું અંતમાં જણાવ્યુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement