For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાંથી 15 બાઇકની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

11:45 AM Dec 04, 2023 IST | Sejal barot
સૌરાષ્ટ્રમાંથી 15 બાઇકની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

રાજકોટ શહેર, ભાવનગર, મોરબી, ખંભાળીયા તથા જામનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની તસ્કરી કરનાર મોરબીના શખ્સને રાજકોટ ડીસીપી ઝોન.2ની એલસીબીએ ઝડપી લઈ રૂ.5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં રાજકોટ,જામનગર અને પડધરીના બાઇક ચોરીના ગુન્હાઓ ઉકેલાયા હતા.
વધુ વિગતો મુજબ,એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હરપાલસિંહ જાડેજા,જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે ચોરીથી મેળવેલ કુલ 15 બાઇક તથા ત્રણ મોબાઇલ સાથે ધનશ્યામ સવજીભાઇ દુધાત(ઉ.વ.27)(રહે- રફાળીયાનો ઢાળો ઝુંપડપટી મોરબી મુળ રહે- જંગવડ ગામ તા.જસદણ જી.રાજકોટ)ને ઝડપી લીધો હતો.આરોપી ઘનશ્યામ પાસેથી કૂલ રૂ.5.21 લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી ઘનશ્યામભાઈની પૂછપરછમાં તેણે છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન રાજકોટ, જામનગર, પડધરી, ઉમરાળા, ભાવનગર, ગોંડલ, લીંબડી, ખંભાળિયા, મોરબી વગેરે શહેરોમાંથી 15 સ્પ્લેન્ડર બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત તેની પાસેથી 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે પણ ચોરાઉ હોવાની શંકાના આધારે તેને કબ્જે લેવામાં આવ્યા છે. અગાઉ ઘનશ્યામ ઉપલેટા,ગોંડલ સીટી,સાબરમતી રેલ્વે અને પ્ર.નગરમાં બાઇક ચોરીમાં પકડાઈ ચુક્યો છે. આરોપી જુદા જુદા શહેરોમાં તથા જુદા જુદા વિસ્તારો માં જઇ બને ત્યાં સુધી મોડી રાત્રીનો સમય પસંદ કરી સ્પલેન્ડર મોટર સાઇકલ કે જેમાં હેન્ડલ લોક ના હોય તેવા જ બાઇકને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement