For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની પેપર મિલમાં મોડી રાત્રે આગ ભભૂકી

11:52 AM Dec 07, 2023 IST | Sejal barot
મોરબીની પેપર મિલમાં મોડી રાત્રે આગ ભભૂકી

મોરબીના જૂના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગતાં ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબીના જૂના લીલાપર રોડ પર આવેલ પાર્થ પેપર મિલમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી. આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ આસપાસના લોકો અને ફાયર વિભાગની સુઝબુઝને કારણે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement