રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના સનાળામાં ખેડૂત યુવાન પર ટ્રેકટર ચડાવી, પાઈપના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

01:03 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સનાળા ગામે બે વર્ષથી ચાલી આવતી માથાકુટનો ખાર રાખી વાડીએથી બાઈક ઉપર પરત ઘરે જઈ રહેલા ખેડૂત યુવાન પર ટ્રેકટર ચડાવી દઈ પછાડી દીધા બાદ પાઈપના ઘા ઝીંકી ત્યાનો પ્રયાસ કરી બે ભાઈઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા યુવાનને વધુ સારવાર ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણ તાલુકાના સનાળા ગામે રહેતા મહેભાઈ કમાભાઈ વસાણી (ઉ.27) નામના કોળી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અણદાભાઈ મસરુભાઈ સાનીયા અને સુરાભાઈ મસરુભાઈ સાનીયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બે વર્ષ પહેલા ફરિયાદીની વાડી પાસે આવેલ સરકારી ખરાબામાંથી આરોપીઓ માટી ભરતાં હોય જે બાબતે ફરિયાદીને આરોપીના પરિવાર સાથે માથાકુટ થઈ હતી અને ત્યારબાદ બન્ને પરિવાર વચ્ચે અદાવત ચાલી આવે છે.
ગઈકાલે સવારે ફરિયાદી પોતાનું બાઈક લઈ વાડીએથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે ગામના પાદરમાં બન્ને ભાઈઓ ટ્રેકટર લઈ સામા મળ્યા હતાં અને ફરિયાદી યુવાનને જોઈ જતાં તેના પર ટ્રેકટર ચડાવી દીધું હતું. જો કે ફરિયાદી યુવાન ઉકરડા ઉપર પડયો હતો ત્યારબાદ રિવર્સમાં ટ્રેકટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બન્ને ભાઈઓ પાઈપ લઈ ટ્રેકટરમાંથી નીચે ઉતરી ફરિયાદી યુવાન પર તુટી પડયા હતા અને હાથપગ અને માથામાં ઘા ઝીંકી દીધા હતાં. જેમાં પગ અને આંગળા ભાંગી ગયા હતાં. જ્યારે માથામાં પણ ગંભીર ઈજા સાથે યુવાનને સૌ પ્રથમ ગઢડા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે જસદણ પોલીસે ખેડૂત યુવાનની ફરિયાદ પરથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Tags :
byfarmerhitJASADANmantractorYoung
Advertisement
Next Article
Advertisement