For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના ઈફેક્ટ: મનપાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટનો પ્રારંભ

03:32 PM Dec 20, 2023 IST | Sejal barot
કોરોના ઈફેક્ટ  મનપાના આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટનો પ્રારંભ

કોરોનાના નવા વેરીએન્ટે ભારતમાં દેખાદીધી છે. જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ દરેક આરોગ્ય કેન્દ્રમાં તૈયારીઓ સરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ પણ તેના તમામ 23 આરોગ્ય કેન્દ્ર ખાતે આજથી રેપીટ ટેસ્ટ શરૂ કરી દીધા છે. અને શરદી-તાવ, ઉધરશના દરરોજ એક કેન્દ્ર ખાતે દરરોજ 20થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. ચેકીંગ દરમિયાન શંકાસ્પદ લાગે તો જીનોમ ટેસ્ટ કરવાની સુચના પણ આપવામાં આવી છે.
કોરોનાના નવા વેરીએન્ટનું જોર ભારતમાં જોવા મળતા જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ આરોગ્ય કેન્દ્ર ખાતે અમલવારી કરવાની સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિસકાએ પણ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મનપાની આરોગ્ય અધિકારી ડો. વિકાણીના જણાવ્યા મુજબ સરકારની ગાઈડલાઈન મુજબ આજથી મહાનગરગપાલિકાના તમામ 23 આરોગ્ય કેન્દ્ર ખાતે શરદી-તાવ, ઉધરશના દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્ી રહ્યા છે. હાલ શિયાળીની રૂતુમાં શરદી-તાવ, ઉધરસના રનીંગ કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. અને દર વર્ષે આ સિઝનમાં આ પ્રકારના દર્દીઓમાં વધારો થતો હોય છે. પરંતુ હવે કોરોનાના કારણે સરકારની સુચના મુજબ શરદી-તાવ, ઉધરશના દર્દીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. રેપીડ ટેસ્ટ દરમિયાન શંકાસ્પદ લાગે તો આ પ્રકારના દર્દીઓના બ્લડ સેમ્પલ જીનોમ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવશે. હાલ એક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ 20થી વધુ શરદી-તાવ, ઉધરસના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હાલના કોરોનાના વેરીએન્ટના કારણે ગભરાવવાની જરૂર નથી. પરંતુ શરદી, તાવ અને ઉધરસ હોય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રેપીડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેમ જણાવ્યું હતું.

Advertisement

ગુજરાતમાં કોવિડ-19 એડવાઇઝરી જારી

દેશમાં કોરોનાના કેસ વધતા અને ગઇકાલે ગુજરાતમાં નવા વેરિઅન્ટના શંકાસ્પદ બે કેસ મળી આવતા રાજ્ય સરકાર એલર્ટ બની છે અને રાજ્યના આરોગ્ય કમિશનરે ગઇકાલે કોવિડ-19 ગાઇડ લાઇનની અમલવારી કરવા એક ગાઇડ લાઇન બહાર પાડી છે અને વિભાગીય નાયબ નિયામક આરોગ્ય વિભાગ, જીએમઇઆરએસ, મેડીકલ કોલેજો, સરકારી હોસ્પિટલોના તબીબી અધિકારીઓ, દરેક જિલ્લા પંચાયતોના આરોગ્ય અધિકારીઓ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે સિવિલ સર્જન, મહાનગરપાલિકાઓ અને સબ ડીસ્ટ્રીકટ હોસ્5િટલોને ટેસ્ટ, ટે્રક, ટ્રીટમેન્ટ અને કોવિડ એપ્રોપીએટ બિહેવીયરના સિધ્ધાંત મુજબ દર્દીઓને શોધવા સુચના આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement