મોરબીમાંથી દારૂની 492 બોટલ ભરેલી કાર પકડાઇ: આરોપી નાસી ગયો
મોરબીના કાલીકા પ્લોટમાંથી વિદેશી દારૂૂની બોટલ નંગ-492 કિ.રૂૂ. 1,62,600 તથા એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂૂ. 3,62,600/- નો ઈંગ્લીશ દારૂૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હાલ નાતાલ તહેવાર તેમજ 31મી ડીસેમ્બર અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે અસલમ સલીમભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.2 વાળો તેના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂૂ રાખી હેરફેર કરી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ઇસમ દુરથી પોલીસને જોઇ નાસી ગયેલ હોય જેથી આરોપીના રહેણાંક મકાનમાથી તેમજ શેરીમા પડેલ એકસ.યુ.વી કારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂૂની બોટલ નંગ-492 કિ.રૂૂ.1,62,600/- તથા એકસ.યુ.વી કાર નં. GJ-1-RS-1771 કિ.રૂૂ.2,00,000/- વાળી મળી કુલ રૂૂ.3,62,600/-ના મુદામાલ મળી આવતા તેમજ આરોપી નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.