રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાંથી પસાર થતી ગોરખપુર રદ, ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં ફેરફાર

05:08 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

ઉત્તર રેલવેના લખનૌ ડિવીઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે રેલ ટ્રાફીકને અસર થતાં રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી બે ટ્રેન રદ, ત્રણ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા છે અને એક ટ્રેન મોડી થશે.
ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17, 24, 31, અને 07.01 અને 14.01.2024ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14, 21, 28, 04.01 અને 11.01.2024ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 15, 22, 29.12 અને 05.01 અને 12.01.2024ના રોજ અને ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 18, 25, 01.01.2024 અને 08.01.2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌ, અયોધ્યા કેન્ટ, અકબરપુર અને વારાણસીનો સમાવેશ થાય છે.
ટ્રેન નં. 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 16, 23, 30.12 અને 06.01 અને 13.01.2024ના રોજ અને ટ્રેન નં. 15668 કામાખ્યા એક્સપ્રેસ 20, 27.12, 23, 03 અને 10-1-24 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌ, અયોધ્યા કેન્ટ અને વારાણસીનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ 14, 15, 21, 22, 28, 29.12, અને 04, 05 , 11 અને 12.1.2024 ના રોજ અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 17, 18, 24, 25, 31.12.2023, 1.1, 7-1-24, 8.-1 અને 14-1-24 ના રોજ, આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા બુઢવલ, સીતાપુર શહેર અને શાહજહાંપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં લખનૌનો સમાવેશ થાય છે. રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટેwww. enquiry. india nrail. gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય તેમ યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Tags :
CancellationGorakhpurGuwahati Express train routeofpassing through Rajkot
Advertisement
Next Article
Advertisement