For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

8 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનારને જન્મટીપ

05:18 PM Dec 18, 2023 IST | Sejal barot
8 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનારને જન્મટીપ

શહેરમાં ભાવનગર રોડ ઉપર રા.મ્યુ.કોર્પો.ના બગીચામાં લાઈનબંધ સુતેલા મજુર વર્ગના પરીવારની નિંદ્રાધીન બાળકીને ગોદડી સહિત ઉઠાવી જઈ દુષ્કર્મ આચરનારને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતું દંપતી પોતાના પાંચ સંતાનો સાથે રાજકોટ ખાતે આવી મજુરીકામ કરતા હતા અને ભાવનગર રોડ ઉપર રા.મ્યુ. કોર્પોરેશનના બગીચામાં ખુલ્લી જગ્યામાં રહેતા હતા. તા. 29/11/2019 ના રોજ પરીવાર બગીચામાં લાઈનબંધ સુતો હતા ત્યારે મોડી રાત્રે આરોપી હરદેવ મસરૂૂભાઈ માંગરોળીયા ત્યાંથી નીકળ્યો હતો. અને ગોદડી ઓઢીને સુતેલી આઠ વર્ષની બાળકીને ગોદડી સાથે નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી લઈ આજીડેમ ચોકડી પાસે અવાવરૂૂ જગ્યાએ ઉકરડા જેવા વિસ્તારમાં લઈ ગયો હતો. અને ત્યાં તેણી ઉપર બળાત્કાર આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી હરદેવ ભોગબનનાર બાળકીને તેની તે જ જગ્યાએ જે તે અવસ્થામાં મુકીને જતો રહ્યો હતો. આ સમયે બાજુમાં સુતેલી બાળકી ધ્યાન ઉપર નહિ આવતા બાળકીની માતાએ પુત્રીની શોધખોળ કરી રહી હતી ત્યારે તેણીને એક કાર ચાલકે એક નાની બાળકી આજીડેમ ચોકડી પાસેથી રડતી રડતી આવતી હોવાનું જણાવતા માતા પોતાની બાળકી પાસે પહોંચેલ ત્યારે આ બાળકીના કપડા લોહી લુહાણ હતા અને તે ખુબ જ રડતી હતી. બાળકીની માતાએ તેણીને પુછપરછ કરતા ભોગબનનાર બાળકીએ સમગ્ર હકીકત જણાવતા પુત્રીને સારવાર સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિવીલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ બાળકીની અવસ્થા જોઈ તેણી ઉપર દુષ્કર્મ થયા હોવાનું જણાવી અને તેણીનો યોનિમાર્ગ અને કૌમાર્યપટ બન્ને સમગ્રરીતે ચીરાઈ ગયેલ હોવાથી બાળકી ઉપર ત્રણ દિવસ સુધી એક પછી એક અલગ અલગ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ માતાએ બનાવ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ થઈ ત્યારે તેને બનાવ સમયે જ કપડા પહેરી રાખેલ હતા. બાળકી તથા આરોપી બન્નેના કપડા કબજે કરતા બાળકીના દરેક કપડા ઉપર તેમજ ગોદડી ઉપર આરોપીના તેમજ બાળકીના લોહીના ડાઘાઓ મળી આવ્યા અને બાળકીના યોનિમાર્ગમાં આરોપીનું વીર્ય મળી આવ્યું હતું. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા પોલીસ તપાસ દરમ્યાન કબજે થયેલ આ પ્રકારના મેડીકલ એવીડન્સ ધ્યાનમાં લેતા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરેલ હતી કે તપાસ દરમ્યાન કબજે કરવામાં આવેલ તમામ પ્રકારનો મુદામાલ બનાવના બે જ દિવસની અંદર કબજે થયેલ છે જેથી આ મુદ્દામાલમાં મળી આવેલ વીર્ય તથા લોહી આરોપી વિરુધ્ધનો સચોટ પુરાવો ગણવાનો રહે છે. આ મુદામાલ જે પંચનામાઓ હેઠળ કબજે થયેલ તે પંચનામાઓના પંચો પ્રોસીકયુશનના કેસને સમર્થન ન આપે તો પણ આરોપીના જે કપડા કબજે થયેલ છે તે કપડા તેમના ન હોવાનું બચાવ નથી ત્યારે ટેકનીકલ ક્ષતિઓનું કોઈ મહત્વ રહેતું નથી. આ ઉપરાંત બનાવવાળી મોડી રાત્રીના આજીડેમ ચોકડીથી લોહી લુહાણ હાલતમાં ભોગબનનાર બાળકી ચાલીને આવી રહેલ હતી તે હકીકતનો કોઈ જ ઈન્કાર નથી ત્યારે આ બાળકીએ જુબાની દરમ્યાન આરોપીને ઓળખી બતાવેલ છે. આ તમામ પુરાવાઓથી સાબિત થાય છે કે ભોગબનનાર બાળકી સાથે આરોપી હરદેવ મશરૂૂભાઈ માંગરોળીયાએ જ દુષ્કર્મ કર્યું છે. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ પોકસો કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ જે.ડી.સુથારે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement