For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત એથ્લેટિક્સ સ્પર્ધા ચાર દિવસ પાછી ઠેલવાઈ

04:36 PM Dec 11, 2023 IST | Sejal barot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત એથ્લેટિક્સ સ્પર્ધા ચાર દિવસ પાછી ઠેલવાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર એપ્લેટિક્સ સ્પર્ધા ચાર દિવસ પાછી ઠેલાવવામાં આવી છે. અને હવે તા. 12 ડિસેમ્બરના બદલે તા. 16ડિસેમ્બરથી સ્પર્ધાનો પ્રારંભ થશે જો કે એથ્લેટિક્સ કમીટીના આ નિર્ણયથી ખેલાડીઓમાં સુવિધા માટે બંધ રહેલી સ્પોર્ટસ હોસ્ટેલ ફરીથી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી બહારગામથી આવતા ખેલાડીઓને સગવડતા મળી રહે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ નિયામક સહિત 7 સભ્યોની કમિટીએ તા.12 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારી એથ્લેટિક્સ સ્પર્ધા છેલ્લી ઘડીએ પાછી ઠેલવામાં આવતા ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ સ્પર્ધા તા.16 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાશે. ત્યારે આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલી આર્ચરી ભાઈઓ અને બહેનો ઉપરાંત વોલીબોલ ભાઈઓની ટીમ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. આ ઉપરાંત આગામી વર્ષથી આંતર કોલેજ સ્પર્ધાઓમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રાખવાના નિર્ણયથી કેટલીક સ્પર્ધાના ખેલાડીઓ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા નહીં જઈ શકે. ભૂતકાળમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડને લઈને વિવાદ થતાં નિર્ણય પરત લેવો પડ્યો હતો.
જોકે આ કમિટીએ કરેલા સારા નિર્ણયો બાબતે શારિરીક શિક્ષણ વ્યાખ્યાતા હરીશ રાબાએ જણાવ્યું હતું કે, બહારગામથી આવતા વિદ્યાથીઓ માટે રહેવાની સુવિધા માટે સ્પોર્ટ્સ હોસ્ટેલ જે બંધ હતી તે 16મીથી શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 કોચ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત યુનિવર્સિટી પરના બધા જ ગ્રાઉન્ડ ખેલાડીઓને પ્રેક્ટિસ માટે ખુલા મૂકેલા છે. વર્ષ 2024/2025 માં માત્ર યુનિવર્સિટી કેમ્પસ પરના મેદાનોને બદલે જે-તે કોલેજ પોતાની કોલેજના મેદાનમાં સ્પર્ધાનું આયોજન કરી શકશે.
આ ઉપરાંત ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં જે ટીમ ભાગ લેવા માટે જતી હતી તે ટીમોને પણ એડવાન્સ પેમેન્ટની સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે. ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જતી ટીમને ઓછામાં ઓછો 10 થી 20 દિવસના કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ જ નેશનલ કક્ષાએ ટીમને ભાગ લેવા જવાનું રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement