For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી DYSPનું વધુ એક કારસ્તાન: રાજકોટના પરડવા બંધુને નોકરીની લાલચ આપી 25.50 લાખ પડાવ્યા

11:45 AM Dec 26, 2023 IST | Sejal barot
નકલી dyspનું વધુ એક કારસ્તાન  રાજકોટના પરડવા બંધુને નોકરીની લાલચ આપી 25 50 લાખ પડાવ્યા

તાજેતરમાં જુનાગઢ પોલીસે ઝડપી લીધેલા નકલી ડીવાય.એસ.પી. વિનીત દવે સામે રાજકોટમાં બે ભાઈઓને રેલવેમાં અને પોલીસમાં નોકરી અપાવી દેવાના બહાને રૂૂા.25.50 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.હવે રાજકોટ પોલીસ મહા ઠગ વિનિતનો કબજો લઈ પૂછપરછ કરશે.
વધુ વિગતો મુજબ,અટલ સરોવરની સામે સનરાઈઝ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સમાં બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ગૌરાંગ અશોકભાઈ પરડવા (ઉં.વ.29)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે,તેના મોટાભાઈ ગુંજનને સાધુ વાસવાણી સ્કુલની બાજુમાં શિલ્પન ટાવરમાં કાફે છે.ત્રણેક માસ પહેલા તે ગોંડલ ખાતે રહેતા બેન હર્ષિદાબેન રાજુભાઈ વાણીયાના ઘરે ગયો હતો. ત્યારે તેના પાડોશમાં રહેતા મનીષાબેન સોલંકીએ તેના બહેનને વાત કરી હતી કે તેના પુત્ર ક્રિષ્નાને ગોંડલમાં રહેતા શૈલેન્દ્ર વ્યાસ ઉર્ફે અદા દ્વારા રેલવેમાં પટ્ટાવાળા તરીકે નોકરી મળી છે.
જેથી તમારે પણ સરકારી નોકરી લેવી હોય તો હું અદાને વાત કરીશ.ત્યારબાદ તેને અદાનો મોબાઈલ નંબર આપ્યો હતો.બે દિવસ પછી અદાનો તેની ઉપર કોલ આવ્યો હતો.જેણે વિનીત બંસીલાલ દવે ડી.વાય.એસ.પી. છે જે મારા કોન્ટેક્ટમાં છે.તેને ડાયરેક્ટ સેટીંગ છે.કેટલા રૂૂપિયા થશે તેમ પુછતા 18 લાખ કહ્યું હતું.પરીવારજનો સાથે વાતચીત કરતા સહમત થયા હતા.અદાને હા પાડતા તેણે કહ્યું કે મનીષાબેનના પુત્ર ક્રિષ્નાને વિરપુર રેલવેમાં હાજર કરવાનો છે. જ્યાં દવે સાહેબ આવવાના છે.આ પછી અમે બન્ને રાજકોટ આવશું.ત્યાબાદ નક્કી થયા મુજબ બન્ને રાજકોટમાં તેના ભાઈના કાફેમાં આવ્યા હતા. જ્યાં નોકરીનું નક્કી થઈ ગયું હતું.દવેએ આ માટે 18 લાખ એક સાથે આપવા પડશે તેમ કહ્યું હતું.તેણે તત્કાળ રૂૂા.5.20 લાખ આપ્યા બાદ 13 લાખ જુનાગઢ રહેતા સંબંધી પાસેથી લઈ આપી દીધા હતા.
થોડા દિવસ બાદ શૈલેષ વ્યાસ ઉર્ફે અદાએ રૂૂબરૂૂ આવી કહ્યું કે રેલવેમાં નોકરીનું થઈ ગયું છે.ગઈ તા. 20થી 24 નવેમ્બર સુધી રાજકોટ ડીઆરએમ ઓફિસમાં હાજર થવાનું છે.પરંતુ હાજર કરાવ્યો ન હતો.આ પછી તેણે રૂૂબરૂૂ આવી તેના ભાઈને રેલવેમાં હાજર કરાવી દેશે તેમ કહ્યું હતું. ગઈ તા.23 નવેમ્બરના રોજ દવેએ કોલ કરી બોલાવતા તે અને તેનો ભાઈ ડીઆરએમ ઓફિસ
ગયા હતા.જ્યાં દવે અને શૈલેન્દ્રભાઈએ બહાના કાઢી તેના ભાઈને હાજર કરાવ્યો ન હતો.બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા.ત્યારબાદ તેણે પી.આઈ.ની નોકરી માટે વાતચીત કરતા દવેએ હજુ રૂૂા.18 લાખ આપવાનું કહેતા તેને અમુક રકમ આપી હતી. થોડા દિવસ બાદ દવે નકલી ડીવાય.એસ.પી. તરીકે જુનાગઢમાં પકડાઈ ગયાની જાણ થતાં છેતરાઈ ગયાનું સ્પષ્ટ બનતા ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement