રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભંગારના ધંધાર્થીનો આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

04:56 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ શહેર રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં કોઠારીયા રોડ પર ગ્રીન પાર્ક મેઈન રોડ પર રહેતા ભંગારના ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર આવેલા ગ્રીન પાર્ક મેઈન રોડ પર રહેતા અનેક માંડા ડુંગર વિસ્તારમાં ભંગારનો ડેલો ચલાવતાં નિલય દામજીભાઈ ભંડેરી નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘરે ઉપરના માળે હતો ત્યારે રાત્રિના કોઈ સમયે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક નિલય ભંડેરી ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. નિલય ભંડેરી માંડા ડુંગર વિસ્તારમાં ભંગારનો ડેલા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
નિલય ભંડેરી પોતાના રૂમમાં સુતો હતો ત્યારે મધરાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર સવારે જગાડવા જતાં નિલય નહી ઉઠતાં પરિવારે દરવાજો તોડી અંદર જોતા નિલય ભંડેરીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.
નિલય ભંડેરીએ આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
A scrap dealer committed suicide by hanging himself after being fedeconomicupViolencewith
Advertisement
Next Article
Advertisement