For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રભુ ફાર્મ રિસોર્ટમાં 10 દી’ પૂર્વે કામ માટે આવેલી યુવતી કુવારી માતા બની

12:04 PM Dec 09, 2023 IST | Sejal barot
પ્રભુ ફાર્મ રિસોર્ટમાં 10 દી’ પૂર્વે કામ માટે આવેલી યુવતી કુવારી માતા બની

મુળ ઉત્તરપ્રદેશની વતની અને 10 દિવસ પૂર્વે જ બામણબોર પાસે આવેલા પ્રભુ ફાર્મ રિસોર્ટમાં કામ માટે આવેલી યુવતીને પેટનો દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં તબિબી સારવાર દરમિયાન યુવતીએ અધુરા માસે બાળકને જન્મ આપ્યો હતો. યુવતી મધ્યપ્રદેશમાં દુષ્કર્મનો ભોગ બન્યાની શકયતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલા બામણબોર પાસે પ્રભુ ફાર્મ રિસોર્ટમાં કામ કરતી 18 વર્ષની યુવતીને રાત્રિનાં ત્રણેક વાગ્યાના અરસામાં પેટનોં દુ:ખાવો ઉપડતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીને સાત માસનો ગર્ભ હોવાનું ખુલતા તબીબોએ પોલીસ ચોપડે એમ.એલ.સી.નોંધ કરાવી હતી. તબીબી સારવાર દરમિયાન યુવતીએ અધુરા માસે બાળકને જન્મ આપ્યો હતો.
આ ઘટના અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો. એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં યુવતી મુળ ઉત્તરપ્રદેશની વતની છે અને છેલ્લા દસેક દિવસથી પ્રભુ ફાર્મ રિસોર્ટમાં વેઈટર તરીકે નોકરી અર્થે આવી હતી.
યુવતીને પેટનો દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલે ખસેડાતાં તેણીને સાત માસનો ગર્ભ હોવાનું ખુલ્યા બાદ યુવતીએ અધુરા માસે બાળકને જન્મ આપ્યો હોવાનું અને યુવતી ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મનો ભોગ બની હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement