For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

82 કરોડની ખાંડનો ઓર્ડર લઈ 69.12 કરોડનો ધુંબો માર્યો

04:16 PM Dec 20, 2023 IST | Sejal barot
82 કરોડની ખાંડનો ઓર્ડર લઈ 69 12 કરોડનો ધુંબો માર્યો

ગોંડલ રોડ પરના કાંગશીયાળીમાં સ્થાપત્ય ગ્રીન સિટીમાં રહેતાં અને મવડીમાં આર. કે. એમ્પાયર બિલ્ડીંગમાં બાલાજી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા પ્રશાંત અશોકભાઈ ગોહેલ (ઉ.વ. 28)એ હરિયાણાના ગુરૂૂગ્રામમાં ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી ધરાવતાં પ્રેરણા અને તેના પતિ અવિનાશ બંસલ વિરૂૂધ્ધ 60.93 કરોડની છેતરપિંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.બંને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.
પ્રશાંતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તે ખાંડ અને કોમોડિટીની પ્રોડકટના ટ્રેડીંગનું કામ કરે છે.વેપારીઓના ગ્રૂપમાંથી ગુરૂૂગ્રામની ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી ખાંડ સપ્લાય કરતી હોવાનું જાણવા મળતા તેને ડિરેકટર અવિનાશ બંસલનો સંપર્ક કર્યો હતો.થોડા દિવસ બાદ વધુ ખાંડ લેવાની જરૂૂરિયાત ઉભી થતાં અવિનાશ બંસલનો સંપર્ક કરી 30 થી 40 મેટ્રીક ટન ખાંડની જરૂૂરીયાત હોય જેની સામે અવિનાશ બંસલે 16-16 હજાર મેટ્રીક ટન ખાંડ બે તબકકે પૂરી પાડશે તેમ કહી એક કિલોના ભાવ ટેકસ સહિત રૂૂા.26.50 રહેશે.જેથી તેણે સોદો કર્યો હતો.જેના ભાગરૂૂપે તેને 32,000 મેટ્રીક ટન ખાંડના રૂૂા.82 કરોડ ચુકવવાના હતા.ગત મે કટકે-કટકે રૂા.69.12 કરોડ એડવાન્સ ચુકવી આપ્યા હતા.જેના બદલામાં તેને રૂા.8.19 કરોડની કિંમતની અંદાજે 4250 ટન ખાંડની ડિલેવરી મળી હતી.
બાદમાં અવિનાશ બંસલે કહ્યું કે હાલ તેની પાસે માલ નથી.આખરે તે અવિનાશ બંસલને ગુરૂૂગ્રામના સેકટર- 54માં તેની ઓફિસે રૂૂબરૂૂ મળવા જતા અવિનાશ બંસલ અને તેની પત્ની પ્રેરણાએ કહ્યું કે હવે તમારા રૂા.2 કરોડ જમા છે,બાકીનો માલ મોકલ્યો તેના બીલ પણ જીએસટી પોર્ટલ પર અપલોડ કરી દીધા છે.આ સાંભળી તે ચોંકી ગયો હતો.બંનેએ કહ્યું કે અમે તમને જેટલો માલ મોકલ્યો છે તેના અમારી પાસે બીલ પણ છે.બાદમાં રૂા. 46.18 અને રૂા. 11.33 કરોડનું એમ બે બીલ બતાવ્યા હતા.જે જોઈ તેણે કહ્યું કે આ માલ તેને મળ્યો નથી.જે વાત બંનેએ તમારા માત્ર રૂા. 2 કરોડ જ જમા છે.જે રકમની વ્યવસ્થા થશે ત્યારે પરત આપી દેશું.
આખરે તેણે તપાસ કરતાં રૂા.11.33 અને રૂા. 46,18 કરોડના બે બીલ ખોટી રીતે અપલોડ કરેલા જોવા મળતા બંને આરોપીઓ સામે ખોટા બીલ બનાવી તેની સાથે છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી.ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ સાથે વિશ્વાસઘાત,છેતરપિંડી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આરોપીઓને ઝડપી લેવા તજવીજ આદરી છે.

Advertisement

સૌ પ્રથમ 200 ટન ખાંડનો ઓર્ડર મોકલાવતા જ વેપારી વિશ્વાસમાં આવી ગયા!

સૌ પ્રથમ વેપારીએ સંપર્ક કરી ઓર્ડર મુજબ તેને 200 ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો.જેનો ભાવ કિલોના ટેકસ સહિત રૂા.26.50 નકકી થયો હતો.જેના ભાગરૂૂપે તેણે તેની પેઢીના બેન્ક ખાતામાંથી અવિનાશ બંસલને રૂા.પર લાખ મોકલી આપ્યા હતા.તે વખતે તેને ખાંડની ડિલેવરી સમયસર મળી ગઈ હતી.આ જ કારણથી વિશ્વાસ બેસી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement