પીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયા
11:53 AM Jan 13, 2025 IST
|
Bhumika
Advertisement
બોટ મારફત ટાપુ પર પહોંચી પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું
Advertisement
જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા હતા. જે હકીકતમાં દબાણ હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની હિન્દુ સેના સહિતના અનેક સંસ્થાના લોકોએ દબાણ દૂર કરવા માટેની રજૂઆતો કરી હતી.
દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઓપરેશન ને પાર પાડ્યું હતું. જોકે આ કામગીરી ગુપ્ત રાખવામાં આવી છે, અને વહેલી સવારથી મોટી પોલીસ ટુકડી પીરોટન ટાપુ પર બોટ મારફતે પહોંચી હતી, અને ત્યાં ડિમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યાં એક દરગાહ તેમજ છ મજાર સહિતના બાંધકામ ઊભા થયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ ધાર્મિક સ્થળના બાંધકામો દૂર કરી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.