For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ

05:25 PM Dec 08, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં 2 50 લાખ મતદારોના નામ રદ

રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર નોંધણી અને ઇન્યુમરેશન ફોર્મ્સના ડિજિટાઈઝેશનની મહત્ત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક 100 ટકા પૂર્ણ થઈ છે.

Advertisement

આ કામગીરી દરમિયાન મતદાર યાદીને શુદ્ધ કરવા માટે મોટાપાયે સુધારા-વધારા કરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડાઓ મુજબ, રાજકોટ શહેર અને જિલ્લાના કુલ 23.96 લાખથી વધુ મતદારોના ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવના અંતે કુલ 2.50 લાખ જેટલા નામો મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે.

આશરે 90,000 જેટલા મતદારોના અવસાન થયા હોવાથી તેમના નામ કમી કરવામાં આવ્યા છે.
રોજકારી કે અન્ય કારણોસર 1.50 લાખથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું હોવાનું ખૂલ્યું છે, જેથી તેમના નામ પણ યાદીમાંથી દૂર કરાયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement